શોધખોળ કરો
Advertisement
તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ, હિરણ નદીમાં આવ્યા નવા નીર
ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક હિરણ નદી બે કાંઠે વહી રહી છે.
ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે. તાલાલા ગીરમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિક હિરણ નદી બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના કારણે તાલાલા શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તાલાલા ગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં બે દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે. માણાવદરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. માણાવદરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે બંગાળી ખાડીમાં લૉ પ્રેશર ઊભું થવાના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટ જોવા મળશે અને તેના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 14 જૂને રોજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
આગામી 14 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે 40 કિ.મીની ઝડપથી પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં આગામી સમયમાં પણ હજુ બે દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement