શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ ખાબક્યો? જાણો વરસાદના લેટેસ્ટ આંકડા
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે
અમદાવાદ: ગુજરાતમાં વરસાદે છેલ્લા કેટલાય સમયથી વિરામ લીધો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલો વરસાદ પડ્યો તેની પર એક નજર કરીએ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 21થી 25 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈને લોકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. તાપી, નવસારી અને સુરતમાં મેઘરાજાનું આગમન થયું છે. તાપીમાં છેલ્લા 24 કલાકમાં નિઝર, સોનગઢ અને ઉચ્છલમાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સોનગઢ, વાલોડ અને વ્યારામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે.
અમરેલીના સાવરકુંડલામાં ભુવા, ખડકાળા, શેલનામામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમરેલીના લાઠીમાં ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. ભાવનગરમાં પણ વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ભાવનગરમાં સવારે સાડા ચાર વાગ્યાથી વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે શહેરના કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતાં.
જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. વહેલી સવારથી મેઘરાજા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યા છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion