શોધખોળ કરો

આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ પડી શકે છે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી?

આગામી ચાર દિવસ રાજ્યને મેઘરાજા ધમરોળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 16 અને 17 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે

આગામી ચાર દિવસ રાજ્યને મેઘરાજા ધમરોળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 16 અને 17 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો 18 ઓગસ્ટે રાજ્યમાં વરસાદની તિવ્રતા ઘટશે પરંતુ 19 ઓગસ્ટે ફરીથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી દિવસોમાં વરસાદની તિવ્રતા વધશે. કચ્છ પર સિસ્ટમ સક્રિય થતાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં વરસેલા ધોધમાર વરસાદથી રાજ્યમાં 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 17 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે જ્યારે દરિયામાં વરસાદ અને ભારે પવનના કારણે હાઈ ટાઇડ રહેશે. 45થી 65 કિમિની ઝડપે પવન ફૂંકાશે. 16 ઓગસ્ટ એટલે આજે દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 17 ઓગસ્ટે બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. 18 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
Amit Shah Speech: અમિત શાહનો મોટો સંકલ્પ, '31 ડિસેમ્બર 2028 સુધીમાં ગુજરાત ડ્રગ્સ મુક્ત બનશે'
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
દિવાળીની રાત્રે ગુજરાતમાં આગનું તાંડવ! સુરત, અમદાવાદમાં આગની અનેક ઘટનાઓ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ
Diwali Pollution: દિવાળીની ઉજવણી વચ્ચે પ્રદૂષણ વધ્યું, ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવો બન્યો મુશ્કેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
Embed widget