શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર? અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદ: ગુજરાત હાલ લોકો નવરાત્રીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે પરંતુ નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
નવરાત્રી દરમિાયન જ ગુજરાતમાં હળાવાથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ આવે તેવી સંભાવના છે. નવરાત્રીના શરૂઆતના દિવસોમાં વરસાદ આવે તેવી સંભાવના છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે.
હવામાન ખાતાએ ગુજરાતમાં 29, 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેને પગલે ખેલૈયા અને ગરબા આયોજકોમાં થોડો ખચકાટ જોવા મળ્યો છે. વરસાદની આગાહીને કારણે ગરબા આયોજકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. આ વખતે નવરાત્રી વરસાદ વિધ્ન બનશે તેવી જાણ થતાં ખેલૈયાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં તો વરસાદ સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. નવરાત્રીનું ટેન્શન તો લોકોને છે જ, સાથે ખેડૂતોને પણ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement