શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદ અને વીજળી પડતા ગુજરાતના આ વિસ્તારમાં 4 લોકોના થયા મોત
જ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદઃ ભારે ઉકળાટ અને થોડા દિવસના વિરામ બાદ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં રવિવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મહેસાણા અને અરવલ્લીમાં વીજળી પડતા 2-2નાં મોત થયા હતા. જેમાં અરવલ્લીના મોડાસા અને ભિલોડામાં 1-1 અને મહેસાણાના પઢારીયામાં 2નાં મોત થયા હતા.
તો બીજા બાજુ અંબાજીમાં 2 કલાકમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સિદ્ધપુરમાં સવા ઈંચ, મહેસાણા, વીસનગર તથા દાંતામાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.
બીજી બાજુ રવિવારે રાજ્યમાં 36.4 ડિગ્રી સાથે વડોદરા સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ 2 દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જે ખેડૂતો માટે ચિંતાની બાબત છે.
નોંધનીય છે કે, ગઈકાલે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા,રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion