શોધખોળ કરો
Advertisement
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની આગાહી
12 અને 13 જુલાઈએ નવસારી,દમણ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 અને 13 જુલાઈએ નવસારી,દમણ,દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદી આગાહી કરવામાં આવી છે.
13 જુલાઈએ સુરત,નવસારી,દમણ, દાદરા નગર હવેલી, અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો અમદાવાદમાં આવનારા પાંચ દિવસમાં આછો અથવા નહીંવત વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 9.23 ઇંચ વરસાદ ખાબક્યો છે જે સીઝનનો 28.222 ટકા જેટલો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઈએ તો આ ચોમાસાની સૌથી સારી શરૂઆત છે.
સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 9 જુલાઇ સુધી 5.03 ઈંચ સાથે મોસમનો માત્ર 19.29 ટકા વરસાદ પડયો હતો. જ્યારે આ વર્ષે અહીં 14.80 ઈંચ સાથે સીઝનનો 55.48 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement