21 અને 22 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર: રાજ્યમાં હજુ પાંચ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે 21 અને 22 જૂનના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 22 જૂનના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હાલ કોઈ વરસાદની શક્યતા નહીં હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે. . હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવા સૂચના આપી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ - બોટાદ ટ્રેનથી ભાવનગર અને બોટાદના મુસાફરોને થશે મોટો ફાયદો
વડાપ્રધાન મોદી ગુજરાતને બે દિવસના પ્રવાસે છે. ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત વડપ્રધાન મોદીએ વડોદરાથી રેલવેના 16,000 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. આ કામોમાં એક અમદાવાદ-બોટાદ ટ્રેન પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 18 જૂને અમદાવાદ-બોટાદ ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.
અમદાવાદ-બોટાદ ટ્રેન અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી બોટાદ જંક્શન સુધી દોડે છે. છેલ્લા પાંચ વર્ષથી આ ટ્રેન બંધ હતી. આ ટ્રેનનું ગેજ રૂપાંતરનું કામ શરૂ હતું. મીટરગેજમાંથી આ ટ્રેનરુટને બ્રોડગેજમાં ફેરવાયા બાદ આજે આ ત્રણ શરૂ થઇ છે.
અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે. ભાવનગરથી અમદાવાદ જતા આ ટ્રેન મારફતે 34 કિમિનું અંતર ઘટી જશે. આ ઉપરાંત બોટાદથી અમદાવાદ વચ્ચે આવતા ધોળકા, અરણેજ વગેરે સ્ટેશનોના સ્ટોપેજથી હવે આ સ્ટેશનના વિસ્તારોના મુસાફરોને મોંઘુ ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં જવું નહીં પડે.
અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન વસ્ત્રાપૂર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઇ બોટાદ પહોંચશે અને બોટાદથી ઉપડતા આ તમે સ્ટેશનો પર રોકાશે.