શોધખોળ કરો

Gujarat Rain Forecast: હજુ 2 દિવસ ગરબા પર વરસાદનું ગ્રહણ, આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી પ્રબળ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવની સ્થિતિ સર્જાઇ છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી  મુજબ ગુજરાતમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદનું અનુમાન છે. આજથી ગુજરાતમાં મેઘરાજાની ફરી ધૂવાંધાર રીતે રી એન્ટ્રી થઇ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરતામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આસોમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે.  હવામાન વિભાગની આગાહી મુજબ  હજુ 2 દિવસ ગરબા પર વરસાદનું ગ્રહણ રહેશે.રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે.  આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જહેર કરાયું છે, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં આજે ભારે વરસાદનું અનુમાન છે.કાલે અમરેલી, દીવ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે  રાજકોટ, જૂનાગઢમાં અતિભારે વરસાદનું અનુમાન છે. ભારે પવન સાથે વરસાદની શકયતાના જોતો માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.

 હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે (28 સપ્ટેમ્બર) સુરત, નવસારી, વલસાડ સહિત 5 વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, આવતીકાલે (29 સપ્ટેમ્બર) સૌરાષ્ટ્રના અમરેલી, દીવ અને ગીરસોમનાથ માટે પણ રેડ એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આ આગાહીને કારણે નવરાત્રિના બાકીના નોરતાંમાં ખેલૈયાઓના ગરબા રમવામાં મોટો ભંગ પડી શકે છે. તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

આજની આગાહી (28 સપ્ટેમ્બર): દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે (28 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે ગંભીર આગાહીઓ જારી કરી છે. રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ) હેઠળ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓરેન્જ એલર્ટ (ભારે વરસાદ) છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓ માટે જાહેર કરાયું છે. રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં યલો એલર્ટ (છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ) ની શક્યતા રહેલી છે.

આવતીકાલની આગાહી (29 સપ્ટેમ્બર): સૌરાષ્ટ્ર માટે મોટો ખતરો

હવામાન વિભાગની આગાહી મુજબ, વરસાદી સિસ્ટમ આવતીકાલે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. આવતીકાલે અમરેલી, દીવ અને ગીરસોમનાથ માટે રેડ એલર્ટ (અત્યંત ભારે વરસાદ) જારી કરવામાં આવ્યું છે. જ્યારે, રાજકોટ અને જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ) ની આગાહી આપવામાં આવી છે. વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના મતે, આ વરસાદી રાઉન્ડ નવરાત્રિના ઉત્સવમાં મોટો ભંગ પાડી શકે છે, જેથી ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ત્રીજા દિવસે, એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ પણ, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. સુરક્ષાના ભાગરૂપે, તંત્રએ માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ કરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget