રાજ્યમાં ભારે વરસાદની આગાહી, NDRFની 9 ટીમો કરાઈ તૈનાત
વરસાદની આગાહીના પગલે NDRFની 9 ટીમો તૈનાત કરાઈ છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધી રાજયના 65 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 4 ટીમો અને અને દક્ષિણ ગુજરાતમાં 3 ટીમો ડિપ્લોઇ કરવામાં આવી છે. તેમજ કચ્છમાં એક ટીમ તૈનાત કરવામાં આવી છે. અમરેલીમાં પણ એક ટીમ મોકલવામાં આવશે. વરસાદની આગાહીના પગલે NDRFની 9 ટીમો તૈનાત કરાઈ છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આગામી 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે.
દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત અને અમદાવાદમાં માં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. સુરતમાં તડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. રાહદારીઓને પોતાની કારની હેડલાઈટ જલાવીને પસાર થવું પડી રહ્યું છે. એક તરફ સુરતવાસીઓને ગરમીથી રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોને ચિંતા પણ દૂર થઇ છે. અમદાવાદમાં પણ અત્યારે સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખૂલી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે. ઉધના દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગણતરીની મિનિટોમાં ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. સુરત શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.