શોધખોળ કરો

ગુજરાતમાં કાલે વરસાદ ભુક્કા કાઢી નાખશે: અમદાવાદ-ગાંધીનગર સહિત 17થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી!

Tomorrow Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા; આગામી 24 કલાક મહત્વપૂર્ણ.

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય બની રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 22 જૂન માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી શકે છે. ખાસ કરીને, મધ્ય અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

આગાહી મુજબ, ગાંધીનગર અને અમદાવાદ સહિત પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં ભેજ વધ્યો છે અને વાવણીલાયક વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આ આગાહી ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મેઘમહેર

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આગાહી છે. ડાંગ અને તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓ જેવા કે જામનગર, મોરબી અને કચ્છ માં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે.

રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા અલગ અલગ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે:

  • અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ): કચ્છ, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • ભારે વરસાદ (યલો એલર્ટ): મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને ભરૂચ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget