શોધખોળ કરો

Amreli Rain: કુંકાવાવના બરવાળા બાવીશી ગામમાં અનરાધાર વરસાદ ખાબક્યો

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.

અમરેલી: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમરેલીના કુંકાવાવ તાલુકાના બરવાળા બાવીશી ગામમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. બરવાળા ગામની સીમમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 

બરવાળા બાવીશી અને જાળીયા ગામની સીમમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  સાંજના સમયે અચાનક વરસાદ  તુટી પડ્યો હતો. માત્ર થોડા જ વિસ્તારમાં અનરાધાર વરસાદ પડ્યો હતો.  અનરાધાર વરસાદથી ખેડૂતો પણ ચોંકી ઉઠયા હતા.  માત્ર  15  મીનીટ પડેલા વરસાદથી ખેતરો પાણીથી છલકાયા હતા.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જામનગર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જામકંડોરણમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે. 

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  જામકંડોરણાના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા,  ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

ચરેલ ગામે ભારે પવન સાથે  વરસાદ શરૂ થયો છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. ચરેલ ગામે અંદાજિત 1.5  ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે.  સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે.   8 થી 12 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે, વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, જાણો અંબાલાલ પટેલે શું કરી આાગાહી? 

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 9થી 12 જૂન વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે  વરસાદ વરસશે. વરસાદની આ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

તારીખ 10 જૂન સુધીમાં ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે.  મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  15 જૂન સુધી ગુજરાતમાં વિધિવત ચોમાસુ પહોંચવાની શક્યતા છે.  

અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.  વેલમાર્ક લો પ્રેશરના પગલે ગુજરાતમાં 22 જૂન સુધીમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે.  દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget