શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, પ્રાચીનું માધવરાય મંદિર પાણીમાં ગરકાવ
ગીરગઢડાનાં જંગલમાં ચાર ઇંચ જેવા વરસાદથી રાવલ ડેમ ઓવરફલો થયો હતો. ડોળાસામાં ગઈકાલે બે ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘમહેર જોવા મળી રહી છે. 60 થી વધુ તાલુકામાં 1 થી 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ આજે દ્વારકા જિલ્લાનાં ખંભાળિયામાં અનરાધાર 19 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સાંજે માત્ર બે કલાકમાં જ આભ ફાટયું હોય એમ 12 ઇંચ વરસાદથી ખાનાખરાબી પણ સર્જાઇ હતી.
ગીર-સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. સુત્રાપાડામાં ચાર ઇંચ અને ગીરગઢડામાં ત્રણ ઇંચ વરસાદથી ઠેર - ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં છ ઇંચ સુધી વરસાદ પડતા નદીઓમાં પુર આવ્યા હતા. ઉના અને તાલાલામાં બે ઇંચ તથા વેરાવળ અને કોડીનારમાં દોઢ ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી.
ગીરગઢડાનાં જંગલમાં ચાર ઇંચ જેવા વરસાદથી રાવલ ડેમ ઓવરફલો થયો હતો. ડોળાસામાં ગઈકાલે બે ઇંચ વરસાદ પડ્યો હતો. કોડીનાર તાલુકામાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 5 થી 8 ઇંચ વરસાદ ખાબક્યાના અહેવાલો મળી રહ્યા છે.
કોડીનારમાં ભારે પરસાદ પડતા પ્રાચીનું માધવરાય મંદિર પાણીમાં ડૂબી ગયું છે. માધવરાય ભગાવનની પ્રતિમા ઉપરથી 10 ફુટ ઉપરથી પાણી વહી રહ્યું છે. સરસ્વતી નદી બે કાંઠે વહેતા માધવરાઇ મંદિર પાણીમાં ગરકાવ થયું છે.
કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાલા, ગીર દેવળી, વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોરે 2 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થઇને 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકાર થયો હતો. શિંગોડા નદી અને સોમત નદી સજીવન બની હતી.
જ્યારે કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન શિંગોડા ડેમમાં ગઈકાલે વધુ 2.5 ઇંચ વરસાદ સાથે મૌસમનોકુલ વરસાદ 341 મી.મી. 14 ઇંચ નોંધાયો છે. કોડીનાર શહેરમાં ગઈકાલે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વ્હાલ વરસાવતા વધુ દોઢ ઇંચ વરસાદ પડતા ગરમીમાં રાહત મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement