Gujarat Rain: ભરઉનાળે વિજળીના કડાકા સાથે આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં ભરઉનાળે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં ભરઉનાળે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર- કચ્છ સહિત રાજ્યમાં હજુ ચાર દિવસ છૂટ્ટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
આજે રાજ્યના 18 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદની સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ તરફ અમદાવાદ ઉપરાંત અન્ય સ્થળોએ ગરમીનો પારો ઉંચકાવવાનું પણ અનુમાન વ્યકત કરાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી,પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે .
પાંચ દિવસ તાપમાનમાં વધારો થઈ શકે છે
આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની યલો ચેતવણી જારી કરી છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાશે.
રાજકોટમાં ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું.




















