શોધખોળ કરો

રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું? 

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જામવટ કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ,તાપી સહિત અન્ય જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.

ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ જામવટ કરી છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ,તાપી સહિત અન્ય જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસી શકે છે.   7 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભવાના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ સહિત અન્ય વિસ્તારમાં  અતિ ભારે વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજયમાં  વરસાદી માહોલ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં  વાદળછાયું વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે  આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં  સરેરાશ 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

ભારે વરસાદની આગાહીને લઈ પ્રશાસન સતર્ક છે.  રેસ્ક્યૂની સાધન સમાગ્રી સાથે વડોદરાથી NDRFની સાત ટીમ અને ગાંધીનગરથી એક ટીમ મોકલાઈ છે.  રાજકોટમાં ચાર ટીમ તો આણંદ, પાલનપુર, નવસારી અને સુરતમાં એક-એક ટીમડિપ્લોય  કરાશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ ?

ગુજરાતમાં આખરે ચોમાસું જામવાનું શરૃ થઇ ગયું છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. 30 જિલ્લાના 149 તાલુકામાં વરસાદ પડ્યો છે.  રાજ્યમાં અત્યાર સુધી 4.02 ઈંચ સાથે મોસમનો સરેરાશ 12 ટકા વરસાદ નોંધાયો છે.

ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદા તાલુકામાં સાડા પાંચ  ઈંચ નોંધાયો  છે. જુનાગઢમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ૩ ઈંચથી વધુ મેઘમહેર થઇ હતી. અન્યત્ર જ્યાં આજે બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં જુનાગઢના માળિયા-માંગરોળ, જામનગરના જામજોધપુર, નવસારીના ગણદેવી-નવસારી-જલાલપોર-ચીખલી, વલસાડના વાપી-ઉમરગામ-કપરાડા-ધરમપુર-પારડી, ગીર સોમનાથના તલાલા, સુરતના ચોર્યાસી-પલસાણા, કચ્છના લખપત, સાબરકાંઠાના વડાલી, ખેડાના વસોનો સમાવેશ થાય છે.

ગીર અને દીવમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ દરિયો તોફાની બન્યો

દીવના દરિયા બાદ કોડીનારના મુળદ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં કરંટ આવતા રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું અને ઉંચા ઉંચા મોજા ઉછળ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉંચા ઉંચા મોજા ઉછળવાના કારણે પ્રશાસને સહેલાણીઓને દરિયાની નજીક ન જવા અપીલ કરી છે. 

ગીર અને દીવમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ હવે દરિયો તોફાની બન્યો છે. દરિયામાં હાલ ઊંચા મોજા ઉછળવાની સાથે પાણી તોફાની બન્યું છે. દરિયાના મોજાનો ખૌફનાક અવાજ દરિયાકાંઠે ફરવા આવેલા પ્રવાસીઓને ડરાવી રહ્યો છે. જેને લઈ પ્રવાસીઓ પણ દરિયાના દૂરથી જ કરી રહ્યા છે દર્શન. આમ પણ દીવ પ્રશાસને પહેલી જૂનથી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ તેમજ દરિયામાં નહાવા પર પ્રતિબંધ મુક્યો છે. એટલે કે તમે દીવના દરિયા કિનારે જઈને ફરી તો શકશો પણ દરિયામાં અંદર નહી જઈ શકો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget