શોધખોળ કરો

આ લોકો માટે HMPV વાયરસ ચિંતાજનક છે – આરોગ્ય મંત્રિ ઋષિકેશ પટેલનું નિવેદન

રાજસ્થાનના ડુંગરપુરના બાળકના કેસને લઈને રાજ્ય સરકાર ચિંતિત, તમામ હોસ્પિટલોમાં ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાશે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરાશે.

HMPV virus in Gujarat: કોરોના બાદ ચીનથી વધુ એક વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી શકે છે. ભારતમાં પણ આ નવા વાયરસના ત્રણ કેસ નોંધાયા છે જેમાંથી એક કેસ ગુજરાતમાં પણ નોંધાયો છે. આ મામલે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે, ઋષિકેશ પટેલના કહેવા અનુસાર જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે તેમણે ચિંતા કરવાની જરૂર છે. બાકી આ વાયરસના લક્ષણો સામાન્ય શરદી ઉધરસ જેવા જ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વડોદરાની SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદમાં આવેલા એક કેસ અંગે નિવેદન આપ્યું હતું. આ કેસ રાજસ્થાનના ડુંગરપુરના એક બાળકનો છે, જેની સારવાર હાલ અમદાવાદમાં ચાલી રહી છે.

  • ટેસ્ટિંગ સુવિધામાં વધારો: મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની તમામ હોસ્પિટલોમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આવા કેસોનું તાત્કાલિક નિદાન થઈ શકે.
  • વાયરસના લક્ષણો: આ વાયરસમાં સામાન્ય શરદી જેવા લક્ષણો જોવા મળે છે, પરંતુ છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
  • રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતા: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે ચિંતિત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
  • ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા માટે ચિંતા: જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમના માટે આ વાયરસ વધુ ચિંતાજનક સાબિત થઈ શકે છે.
  • કેન્દ્ર સરકારની ગાઈડલાઈન: કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેનું રાજ્ય સરકાર દ્વારા પાલન કરવામાં આવશે.
  • સાવધાની અને તૈયારી: મંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ હોય કે કોઈ પણ મહામારી, રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. કેન્દ્ર સરકાર દ્વારા મળતી સલાહ અને સૂચનોનું પાલન કરવામાં આવશે.
  • માસ્ક અંગે નિવેદન: હાલમાં માસ્ક પહેરવું ફરજિયાત નથી, પરંતુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. શાળાઓ અને ઉત્તરાયણના તહેવાર અંગે કોઈ ખાસ ટિપ્પણી કરવાનું મંત્રીએ ટાળ્યું હતું.

ચીનમાં ફેલાયેલા HMPV (Human Metapneumovirus)નો પ્રથમ કેસ હવે ગુજરાતમાં નોંધાયો છે. કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું છે.

બે મહિનાનું બાળક ૨૪ ડિસેમ્બરના રોજ ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું, પરંતુ શ્વાસ લેવામાં વધુ તકલીફ થતાં ૨૬ ડિસેમ્બરથી પાંચ દિવસ સુધી તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે હોસ્પિટલના સંચાલકોએ બાળક HMPVથી સંક્રમિત હોવાની માહિતી છુપાવી હતી. આ બાળક મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાલવા તાલુકાના રિચા ગામનું હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા હોસ્પિટલ સામે આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જરૂરી પગલાં લેવાની તૈયારી કરવામાં આવી રહી છે. AMC દ્વારા હોસ્પિટલ પ્રશાસનને આઇસોલેશનની પૂરતી કાળજી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેત રહેવા અને શરદી-ખાંસી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ AMC દ્વારા હોસ્પિટલ પ્રશાસનને પણ આઇસોલેશનની પૂરતી કાળજી રાખવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો....

મુસાફરો ધ્યાન આપે! ગુજરાતના આ શહેરમાં રેલવે સ્ટેશનના બે પ્લેટફોર્મ ૬૦ દિવસ માટે બંધ, ટ્રેનોના સમયમાં ફેરફાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget