શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં ગોઝારો અકસ્માતઃ માલવણ-પાટડી હાઈવે પર કાર અને ડમ્પરની ટક્કરમાં 4 મહિલાઓના કરૂણ મોત

Surendranagar accident: અકસ્માતની આ ઘટના સુરેન્દ્રનગર-માલવણ (પાટડી) હાઈવે પર ઝેઝરી ગામ નજીક બની હતી.

Surendranagar accident: સુરેન્દ્રનગર-પાટડી હાઈવે પર આવેલા ઝેઝરી ગામ નજીક આજે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માત માં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર લોકો ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર લખતર તાલુકાના ડેરવાળા ગામની 4 ક્ષત્રિય મહિલાઓ એ જીવ ગુમાવ્યો છે, જ્યારે 1 પુરુષ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ગોઝારી ઘટના બાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ બજાણા પોલીસ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેઝરી ગામ પાસે ડમ્પર-અલ્ટ્રોઝ કારની ભીષણ ટક્કર

અકસ્માતની આ ઘટના સુરેન્દ્રનગર-માલવણ (પાટડી) હાઈવે પર ઝેઝરી ગામ નજીક બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતગ્રસ્ત અલ્ટ્રોઝ કાર માલવણ તરફથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. તે જ સમયે, સામેની દિશામાંથી પુરપાટ ઝડપે (માંતેલા સાંઢની માફક) આવી રહેલા ડમ્પર સાથે કારની ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તમામ મૃતક મહિલાઓ લખતર તાલુકાના ડેરવાળા ગામની રહેવાસી હતી અને ધાર્મિક સ્થળ ધામા શક્તિમાતાજીના દર્શન કરીને પરત ફરી રહી હતી.

તત્કાળ બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી

આ ગોઝારા અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે હાઈવે પર મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ને જાણ કરી હતી. માહિતી મળતાં જ બજાણા પોલીસ સ્ટેશન નો કાફલો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ ટીમે ટ્રાફિક ક્લિયર કરવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક પુરુષ ને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતક ચાર મહિલાઓના મૃતદેહો ને પોલીસે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ અકસ્માત કયા સંજોગોમાં થયો, તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
ભારતને વધુ એક ઘાતક મિસાઈલ સિસ્ટમ આપશે મિત્ર દેશ રશિયા, S-350 નું નામ સાંભળીને પાકિસ્તાનના શ્વાસ અદ્ધર!
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
બે પાવરફુલ મુસ્લિમ દેશો વચ્ચે જંગના એંધાણ ? યમનમાં એર સ્ટ્રાઈક બાદ મિત્રો બન્યા દુશ્મન, જાણો અંદરની વાત
Embed widget