લસણ દેશી છે કે ચાઈનીઝ, કેવી રીતે ઓળખશો? સાવધાન આ Chinese garlic આ જીવલેણ રોગ નોતરશે
વર્ષ 2014ખથી દેશભરમા ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ફરી એકવાર આ લસણની ભારતમાં એન્ટ્રી થતાં વિરોધ ઉભો થયો છે.
protest agianst Chinese garlic:સૌરાષ્ટ્રમાં લસણનું ઉત્પાદન વધુ થાય છે. આવી સ્થિતિમાં ચાઇનીઝ લસણનું પ્રતિંબધ હોવા થતાં વેચાણ થતાં ભારતના ખેડૂતો અને વેપારી નારાજ થયા છે. આ લસણના વેચાણ સામે અને ગેરકાયદે આયાત સામે ખેડૂતો અને વેપારીઓએ વિરોધ નોંઘાવ્યો છે. હવે સમજીએ શું ચાઇનીઝ લસણ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. સમજીએ વિસ્તારથી
ચાઇનીઝ અને ભારતના લસણમાં શું તફાવત છે
ચાઇનાનું લસણ કદમાં નાનું અને કળી મોટી હોય છે, તે સફરજન જેટલા કદનું હોય છે. જો કે મોટું હોવા છતાં પણ તેમાં તીખાશ એટલે સ્વાદ અને ગંધ નથી હોતી. ચાઇનીઝ લસણની ગુણવત્તા ભારતીય લસણની તુલનામમાં નબળી છે. ચાઇનામાં લસણના ઉત્પાદન માટે વધુ જંતુનાશક કેમિકલો દવાનો ઉપયોગ થતો હોવાથી આ લસણ ફાયદાને બદલે નુકસાનકારક પણ સાબિત થાય છે. સ્વાસ્થ્યની દષ્ટીએ પણ આ લસણ નુકસાનકારક મનાય છે. ભારતનું લસણ સફેદ હોય છે જ્યારે ચાઇનીઝ લસણ ગુલાબી હોય છે, આ રીતે ભારતનું લસણ ચાઇનીઝથી અલગ પડે છે.
ચાઇનીઝ લસણથી થતાં નુકસાન
ચાઇનીઝ લસણનું વધુ ઉત્પાદન કરવા માટે તેમાં ખતકનાક જંતુનાશક દવા અને કેમિકલનો ઉપયોગ થાય છે. જેથી નિષ્ણાતો આ ચાઇનીઝ લસણને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક ગણાવે છે. ચાઇનીઝ લસણના ઉપયોગથી પેટમાં અલ્સર, ઊલ્ટી, શ્વાસની તકલીફ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. આ લસણના ઉત્પાદનમાં જંતુનાશક દવાનો વધુ ઉપયોગ થતો હોવાથી આ ચાઇનીઝ લસણ લાંબેગાળે કેન્સર થવાનું જોખમ પણ વધારનારૂ સાબિત થાય છે.
ભારતમાં ચાઈનીઝ લસણની આયાત પર પ્રતિબંધ હોવા છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ હતી જેને લઇને સૌરાષ્ટ્રના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. પ્રતિબંધ છતાં ચાઇનીઝ લસણની ગુણો આવતા વેપારી અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની ગુણો ઠલવાતા સમગ્ર મામલે વિરોધ ઉભો થયો છે.
ચાઇનીઝ લસણની આયાત થતાં વેપારી ખેડૂતોએ વિરોધ નોંઘાવ્યો છે. આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ બંધનું પણ એલાન આપ્યું છે. વેપારી અને ખેડૂતોએ આ મુદ્દે સરકારને ઉંડી તપાસ કરે તેવી માંગ કરી છે,