IAS અધિકારી ડો.વિક્રાંત પાંડેની CMOમાં સેક્રેટરી તરીકે નિમણૂક, અવંતિકા સિંઘને પ્રમોશન
ગુજરાત CMO માં ડો.વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે અવંતિકા સિંઘને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલયમાં IAS અધિકારી ડો. વિક્રાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત CMO માં ડો.વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે અવંતિકા સિંઘને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયું છે.

અવંતિકા સિંઘ એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં જ રહેશે. અવંતિકા સિંઘના સ્થાને દિલ્હીમાં ગુજરાતના રેસિડેન્ટ કમિશનર તરીકે ફરજ પર રહેલા વિક્રાંત પાંડેને નિમણૂક આપવામાં આવી છે. અવંતિકા સિંઘને પ્રમોશન મળ્યું છે. અવંતિકા સિંહ એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી બન્યા છે. મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે અવંતિકા સિંઘની નિમણૂક કરવામાં આવી છે.
વિક્રાંત પાંડે દિલ્હી ડેપ્યુટેશન પર હતા
IAS અધિકારી ડૉ. વિક્રાંત પાંડે રાજકોટના કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ 2019માં દિલ્હી ડેપ્યુટેશન પર ગયા હતા. ડૉ. વિક્રાંત પાંડે 2005ની બેંચના IAS અધિકારી છે. વિક્રાંત પાંડે મૂળ રાજસ્થાનના વતની છે. IAS અધિકારી વિક્રાંત પાંડેને દિલ્હીના રેસીડેન્ટ કમિશનર બનાવી દેવાયા હતા. IAS અધિકારી વિક્રાંત પાંડેએ વિજય રૂપાણી સરકારમાં અમદાવાદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.
કોણ છે અવંતિકા સિંઘ?
IAS અધિકારી અવંતિકા સિંહ એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી બન્યા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ-ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ જાહેર વહીવટમાં લગભગ 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ આણંદ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અવંતિકા સિંઘે આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે સિવિલ સર્વિસીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.





















