શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વાહનના માલિકો માટે મોટા સમાચાર, આ રકમ નહીં ભરો તો RTO વાહન લઈ જશે, જાણો બીજો શું લેવાયો નિર્ણય ?
આરટીઓમાં વાહનની પ્રક્રિયા કરાવવા માટે અરજદાર જશે તો પહેલા આગળનો કોઇ મેમો બાકી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ મેમો ફટકારવામાં આવે છે. ઘણા લોકો મેમો મળ્યા બાદ દંડ ભરતા નથી. આવા લોકો પર થોડા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન બાકી મેમોની રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે. આ માટે આરટીઓમાં જુના મેમોને ઓનલાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરટીઓમાં વાહનની પ્રક્રિયા કરાવવા માટે અરજદાર જશે તો પહેલા આગળનો કોઇ મેમો બાકી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો મેમો બાકી હશે તો દંડની રકમ ભર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ટેક્સી, મેક્સી, લકઝરી બસ, ટ્રાન્પોર્ટના વાહનો માટે દર વર્ષે ફિટનેટ સર્ટીફિકેટ અને ટેક્ષ ભરવો ફરજીયાત છે. હજારો વાહન માલિકોએ ટેક્ષભર્યો ન હોવાથી તેમને આ અંગેની નોટિસ મોકલવામાં આવી છે. જો ટેક્ષ, મેમો નહીં ભર્યો હોય અને ચેકિંગ દરમિયાન ઝડપાશે તો વાહનો ડિટેઇન કરવામાં આવશે.
અમદાવાદમાં 40 હજારથી વધુ વાહન ચાલકોએ ટ્રાફિક ભંગના મેમો ભર્યા નથી. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ચેકિંગમાં જો મેમો નહીં ભરેલો હોય તો સ્થળ પર જ ભરવો પડશે. રાજ્યમાં પણ આ રીતે બાકી મેમોની વસૂલી કરવામાં આવશે.
ક્રિકેટર જયદેવ ઉનડકટનાં લગ્નમાં ગુજરાતી ફિલ્મોની કઈ અભિનેત્રી રહી હાજર ? ગ્લેમરસ લૂકમાં ક્રિકેટરો સાથે પડાવ્યા ફોટો
મહાદેવનો મહામંત્ર છે મૃત્યુંજય, શનિની સાડા સાતી, ઢૈયા સહતિ દરેક પ્રકારના સંકટથી અપાવે છે મુક્તિ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion