શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે આગામી ત્રણ કલાકને લઈને મહત્વપૂર્ણ નાઉકાસ્ટ આગાહી જાહેર કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ગુજરાતમાં ત્રણ કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું.
  • ૨૪ જિલ્લાઓ સહિત દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું એલર્ટ.
  • વહીવટી તંત્ર એલર્ટ પર, નાગરિકોને સાવચેત રહેવા અપીલ.

Gujarat Heavy Rain Alert: હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે આગામી ત્રણ કલાકને લઈને મહત્વપૂર્ણ નાઉકાસ્ટ આગાહી જાહેર કરી છે. સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાજ્યના 24 જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાથી નાગરિકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સાંજે 7થી લઈને 10 વાગ્યા સુધી માટે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ, ગાજવીજ અને પવનની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગના નાઉકાસ્ટ અનુસાર સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિકમાં અવરોધ અને વિઝિબિલિટી ઘટવાની શક્યતા છે. નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.

વહીવટી તંત્ર એલર્ટ મોડ પર

ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. 

આ પણ વાંચો- Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

સ્કાયમેટએ ગુજરાત માટે મહત્વપૂર્ણ વરસાદની આગાહી કરી

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ (Skymet Weather) એ ગુજરાત માટે મહત્વપૂર્ણ વરસાદની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, IMDનું એલર્ટ જાહેર
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget