શોધખોળ કરો

LRD ભરતીને લઈ સામે આવ્યા મહત્વના સમાચાર, આ તારીખથી શરુ થશે શારીરિક કસોટી, જાણો

રાજ્યમાં PSI અને એલઆરડી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  પીએસઆઈ તથા એલઆરડી ભરતીમા શારિરીક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં PSI અને એલઆરડી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.  પીએસઆઈ તથા એલઆરડી ભરતીમા શારિરીક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 3 ડિસેમ્બરથી શારિરીક કસોટીની શરુઆત થશે. 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

લોકરક્ષકમાં કુલ 10 હજાર 459 પદો પર ભરતી થવાની છે. જેમાં પુરુષ ઉમેદવારો 8 હજાર 476 અને 1983 મહિલા પદ પર ભરતી થશે. લોકરક્ષક ભરતીમાં ઉમેદવારે દોડવામાં લીધેલા સમયને આધારે તેમને માર્ક્સ મળશે અને તે મેરીટમાં ધ્યાને લેવામાં આવશે.

PSI અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા  આ નિર્ણય કરવામાં આવ્યો હતો.  આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પોલીસ અને LRD ની સીધી ભરતીમાં 15 અને 8 નો નિર્ણય બદલ્યો છે

પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૧૫ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી ૦૮ ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. 
 
આ પહેલા હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, 9,46,528 અરજી કન્ફર્મ થઈ તેમાં 6,92,190 અરજી પુરૂષ ઉમેદવારોની જ્યારે 2,54,338 અરજી મહિલા ઉમેદવારોની છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, કન્ફર્મ થયેલી અરજીનું ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે કે જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ

રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો

શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
રસ્તાના કામમાં વેઠ ઉતારી તો ખેર નથી! CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વાગત' કાર્યક્રમમાં અધિકારીઓનો ઉધડો લીધો
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ

અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'

ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર

વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ

Embed widget