(Source: ECI/ABP News/ABP Majha)
બનાસકાંઠા: જેટકો કંપનીના ત્રાસના કારણે ખેડૂતનો આત્મહત્યા કરવાનો પ્રયાસ
આગથળા ગામે ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. જેટકો કંપનીના ત્રાસના કારણે ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.ખેડૂતે તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવા મામલે હાઇકોર્ટેમાં અરજી કરી હતી.
બનાસકાંઠા: લાખણીના આગથળા ગામે ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેટકો કંપનીના ત્રાસના કારણે ખેડૂતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સેધાજી ઠાકોર નામના ખેડૂતે તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવા મામલે હાઇકોર્ટેમાં અરજી કરી હતી. સામે આવેલી વિગતો અનુસાર ખેતરમાં આઠ વીજ લાઈન પહેલાથી જ હોવા છતાં વધુ એક વીજ લાઈન નાખતા ખેડૂતે વીજ લાઇન સાઈડમાં નાખવા અપીલ કરી હતી. વિનંતી કરવા છતાં જેટકો કંપનીના કર્મીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે વીજ થાંભલા ઉભા કરવાનું કામ ચાલુ કર્યું હતું. ઠેર ઠેર વિજ થંભલાના કારણે ખેતીની જમીન બગડતા અને નુકસાન થતા લાગી આવતા ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત સેધાજી ઠાકોરે જેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હાલમાં બેભાન અવસ્થામાં ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર: પીકઅપ વાન પલ્ટી જતા 8 વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત
સુરેન્દ્રનગર: લીંબડી રાણપુર હાઇવે પર વેજલકા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા છે. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ માલ વાહક પીકઅપ વાહનમાં પુસ્તકો સાહિત્ય ભરેલુ હતુ. બે વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
હૈદરાબાદમાં ગેન્ગરેપ, આરોપીઓ છોકરીને પબમાંથી ખેંચીને લઇ ગયા, પછી મર્સિડીઝમાં વારાફરથી આચર્યુ દુષ્કર્મ,
Hyderabad Mercedes Gang Rape: હૈદરાહબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં 28 મેએ સગીરાની સાથે કથિત રીતે ગેન્ગરેપ (Hyderabad Gang-rape) ના આરોપમાં 5 સગીરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યોચે. આ મામલામાં પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે છોકરીને કેટલાક છોકરાઓ કારમાં બેસાડીને લઇ ગયા. બળાત્કારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં પીડિતાને આરોપીઓની સાથે એક પબમાં જોવામાં આવી છે. છોકરાઓએ તેને ઘરે છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
જુબલી હિલ્સ દુષ્કર્મ કેસને લઇને હૈદરાબાદના જુલલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેલંગાણા BJPના સભ્યોએ વિરોદ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ પ્રૉટેસ્ટ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર પાસે દુષ્કર્મ મામલામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.