Kutch: અંજારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, કર્યું હવામાં ફાયરિંગ; 2 આરોપીને કરાયા રાઉન્ડઅપ
Kutch News: અંજારના ગંગા નાકા પાસે રાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટના 11 વાગ્યાની આસપાસ બની હતી.
Kutch: કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી.
અંજારના ડીવાયએસપીએ શું કહ્યું
પૂર્વ કચ્છ અંજારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે. અંજારના ગંગા નાકા પાસે રાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટના ગત રાત્રીના 11 વાગ્યા ની આસપાસ બની હતી. ફાયરિંગ બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે અંજારના ડીવાયએસપીએ કહ્યું, બે આરોપીને રાત્રે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છના અંજારમાં સતત વધી રહેલ લૂંટ, ફાયરિંગ ની ઘટનાથી લોકોમાં પણ હવે ભયનો માહોલ છે.
થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના
પૂર્વ કચ્છ અંજારમાં થોડા દિવસ પહેલા એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી.
અમેરિકામાં ફરી ફાયરિંગની ઘટના
અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી મારવામાં આવી હતી જેમાંથી ચાર લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, ઘટના બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ફાયરિંગની ઘટના પેન્સિલવેનિયા કાઉન્ટીના ફિલાડેલ્ફિયાના માં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગઝીનથી સજ્જ હતો. એક રિપોર્ટ અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને મેગઝીન જપ્ત કર્યા હતા.
Join Our Official Telegram Channel: