શોધખોળ કરો

Banaskantha: પાલનપુર નજીક છ કરોડની લૂંટ કેસમાં પાટણ LCBને મળી સફળતા, પાંચ લૂંટારુઓને ઝડપ્યા

પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા

બનાસકાંઠાના પાલનપુર નજીક 6 કરોડથી વધુના માલની લૂંટ કેસમાં પાટણ LCBને મોટી સફળતા મળી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે લૂંટ કરીને ફરાર થયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા.

Banaskantha: પાલનપુર નજીક છ કરોડની લૂંટ કેસમાં પાટણ LCBને મળી સફળતા, પાંચ લૂંટારુઓને ઝડપ્યા

મળતી જાણકારી અનુસાર, પાલનપુરના ચડોતર પાસે 10 કિલો સોનાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાંચ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. અમદાવાદના ઋષભ જ્વેલર્સના ત્રણ કર્મચારીઓ સોના-ચાંદીના દાગીના અને હીરા લઈને ડીસાથી પાલનપુર જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા બુકાનીધારીઓએ તેમની કારને આંતરી હતી અને લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ સોની વેપારી પાસે રહેલા સોના, હીરા અને રોકડ મળી 6 કરોડના લૂંટ ચલાવી હતી.

લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થઈ જતા વેપારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત પોલીસની ક્રાઈમબ્રાંચ, SOG સહિતની એજંસીઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટારૂઓને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી. જેને પગલે પાંચેય આરોપીઓ ડીસા-પાટણ રોડ પરથી ઝડપાયા હતા.  હાલ આ કેસમાં પોલીસે વેપારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.  

નોંધનીય છે કે બે દિવસ અગાઉ સુરતમાં 1 કરોડથી વધુના હીરાના લૂંટ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ફક્ત ત્રણ કલાકમાં ડિટેક્શન કરી 4.58 કરોડ નો હીરાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સુરતના સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આંગડિયામાં એક કરોડથી વધુના ડાયમંડ પાર્સલની લૂંટથી ચકચાર મચી ગઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીમાં ઇકો કારમાં આવેલા 4 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારા જે દિશામાં ભાગ્યા તે  દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.  

ગુજરાત આંગડિયા પેઢીમાં  બંદૂક અને ધારિયા સાથે ધસી આવેલા 4 થી 5 લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.  તેમણે રિવોલ્વર બતાવીને કરી લૂંટ કરી હતી. સરથાણા પોલીસ અને પીસીબી, ડીસીબીનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.વલસાડ LCB એ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. નવસારી વલસાડ હાઇવે પરથી લૂંટારુઓ ઝડપાયા હતા. તેમની પાસેથી હીરાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.       

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ, ઇમામ-બાબર ક્રીઝ પર

IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  

Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ

Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!

ABP Premium

વિડિઓઝ

PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટGujarat Politics :  ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએDevayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ, ઇમામ-બાબર ક્રીઝ પર
IND vs PAK Score Live : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ, ઇમામ-બાબર ક્રીઝ પર
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
WhatsApp એ ભારતમાં 84 લાખ એકાઉન્ટ કર્યા બંધ! જાણો તેની પાછળનું કારણ

'તેઓ અમારા પર કીચડ ઉછાળે છે...', ટ્રમ્પ અને પીએમ મોદીનું નામ લઇ લિબરલ્સ પર કેમ ભડકી ઇટાલી PM ?

Delhi News: આતિશી બની નેતા વિપક્ષ, આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે દિલ્હી વિધાનસભા સત્ર

Ads: હવે જાહેરાતો તમને નહીં કરે પરેશાન! ફક્ત આ સેટિંગથી આરામથી ચલાવી શકશો સ્માર્ટફોન

Embed widget