Suicide: જૂનાગઢમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત, માતાએ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
જૂનાગઢ: ખલીલપુરના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મેરામણ મોરી નામના યુવકે ઝેરી દવા પી જીવન ટુકાવ્યું. તો બીજી તરફ મૃતકની માતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
જૂનાગઢ: ખલીલપુરના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. મેરામણ મોરી નામના યુવકે ઝેરી દવા પી જીવન ટુકાવ્યું. તો બીજી તરફ મૃતકની માતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, વંથલી પોલીસના ત્રાસથી મારા દીકરાએ ઝેરી દવા ગટગટાવી છે. મારા દીકરાને અવાર નવાર પોલીસ મથકમાં ધમકી અપાતી હતી. મારા દીકરાના પૈસા તેમજ મોબાઇલ પોલીસે લઈ લીધા હતા. ચાર દિવસ પહેલા મારા દીકરાએ જેરી દવા પીધી હતી. સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આજે તેનુ સારવાર દરમિયાન મોત થયું છે. આમ પોલીસ પર આરોપ લાગતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
જે યુવતીના ચાર દિવસ બાદ હતા લગ્ન તેની તળાવમાંથી લાશ મળી આવતા ખળભળાટ
જે યુવતીની થોડા દિવસ બાદ ડોલી ઉઠવાની હતી તેની અર્થી ઉઠતા સૌ કોઈની આંખમાં આસુ આવી ગયા છે, હકિકતમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામમાં એક હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. 22 વર્ષીય યુવતીનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી છે. પ્રિયંકા ઘીરૂ ભાઈ આહિર નામની યુવતીનો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો છે. યુવતીના આગામી 23 ફેબ્રુઆરી રોજ લગ્ન હતાં. પરંતુ લગ્ન પહેલાં જ યુવતીનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ યુવતીની હત્યા થઈ છે કે, આત્મહત્યા કરી છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં પોક્સો હેઠળ 14,522 ગુના નોંધાયા
આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા, લોકસભાના ચોંકાવનારા આંકડા સાથે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. લોકસભામાં પ્રસ્તુત આંકડા પ્રમાણે પોકસો કાયદા હેઠળ ગુજરાતમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪,૫૨૨ કેસ નોંધાયા હતા. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં પોકસો કેસમાં ૩૯૮.૫% નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪માં પોકસો હેઠળ ૬૧૩ ગુના નોંધાયા હતા. જેમાં ૫ કેસોમાં સજા પડેલ હતી.
* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત પોકસો (POCSO) કાયદા હેઠળ ગુના નોંધાવાના દરમાં ૩૯૮.૫% નો વધારો.
* છેલ્લા આઠ વર્ષ માં ગુજરાત રાજ્ય માં પોક્સો હેઠળ ૧૪,૫૨૨ ગુના નોંધાયા.
* છેલ્લા આઠ વર્ષ માં નાની બાળકીઓ ઉપર થયેલા દુષ્કર્મો ના ગુનાઓમાં સજા અપાવવાનો દર (conviction rate) માત્ર ૧.૫૯%
* ૧૪,૫૨૨ પોકસો કેસમાં ૨૩૧ કેસ માં જ ગુના પુરવાર થઈ શક્યા.
* ગુજરાત રાજ્ય માં આઠ વર્ષ માં ૧૨,૬૪૭ કેસ પેન્ડિંગ.
વર્ષ ૨૦૧૫મા પોક્સો હેઠળ ૧૬૦૯ ગુના નોંધાયા હતા, જેમાં ૮ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૬મા પોકસો હેઠળ ૧૪૦૮ ગુના નોંધાયા હતા, જેમાં ૫ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૭મા પોકસો હેઠળ ૧૬૯૭ ગુના નોંધાયા હતા , જેમાં ૧૨ કેસમાં સજા પડેલ હતી. વર્ષ ૨૦૧૮મા ૨૧૫૪ કેસ નોંધાયા, જેમાં ૩૩ કેસમા સજા થયેલ હતી. વર્ષ ૨૦૧૯મા ૨૨૫૩ પોકસો કેસમા ૭૪ કેસ, વર્ષ ૨૦૨૦મા ૨૩૪૫ પોકસો કેસમા ૨૩ કેસમાં અને વર્ષ ૨૦૨૧મા પોકસો કેસમા ૭૧ કેસમાં સજા થયેલ હતી. ગુજરાત રાજ્યમાં પોકસો હેઠળ ૧૪,૫૨૨ ગુનામાં ૨૩૧ કેસમાં (conviction) ગુનો પુરવાર થઈ શક્યા હતા. ગુજરાત રાજ્યમાં પોકસો કેસમાં સજા દર માત્ર ૧.૫૯% છે તે આંકડાકીય માહિતીથી જાણવા મળે છે.