શોધખોળ કરો
Advertisement
રાહત બાદ ફરી વધ્યાં કોરોનાના કેસ, જાણો ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1,07,20,048 કેસ નોંધાઇ ચૂક્યાં છે. તેમાંથી 1,71,686 એક્ટિવ કેસ છે. તો 1,54,010 લોકો કોરોનામાં મોતને ભેટ્યાં.અત્યાર સુધીમાં 1,03,94,352 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે.
નવી દિલ્લી:થોડા દિવસની રાહત બાદ ફરી એકવાર કોરોનાના કેસ દેશમાં વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 18,855 કેસ નોંધાયા છે. તો 163 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તો 20,746 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ્ય થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 1,0720,048 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 1,71,686 એક્ટિવ કેસ છે. તો 1,54,010 લોકો કોરોનામાં મોતને ભેટ્યાં.અત્યાર સુધીમાં 1,03,94,352 લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં 29,28,053 લોકો વેક્સિન અપાઇ ગઇ છે.
ગુજરાત રાજ્યની કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 346 સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે સંક્રમિતની કુલ સંખ્યા વધીને 2,60,566 થઇ ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 2 વ્યક્તિના મોત થયા છે.જેના કારણે રાજ્યમાં મૃત્તક આંક 4,384 પર પહોંચ્યો છે. ગુરૂવારે 602 લોકો સાજા થયા. રાજયમાં કોરોનાથી રિકવર થયેલા કેસની સંખ્યા 2,52,464 થઇ ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement