શોધખોળ કરો
Advertisement
પાટણ: ડોક્ટર પિતા-પુત્ર દવાખાનામાં મહિલા દર્દીઓને અંદર બોલાવી તેમની સાથે બાંધતાં શારીરિક સંબંધો પછી શું થઈ હાલત?
સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની ધોલાઈ કરી હતી.
સમી: ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાખી હતી. તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે.
બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો. સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની ધોલાઈ કરી હતી.
દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. જ્યારે બાકીના દિવસોમાં તેનો પુત્ર કિશન વગર લાયસન્સે તે દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો પુત્ર પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.
વીડિયો વાયરલ થતાં લોકોએ તબીબ અને તેના પુત્રને મેથીપાક ચખડ્યો હતો. ત્યાર બાદ પોલીસને હવાલે કરી દીધો હતો. ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement