શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ વિસ્તારમાં ઠેકઠેકાણે કરા સાથે વરસાદ પડ્યો, ખેડૂતો મુકાયા ચિંતામાં
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો છે. તો ડાંગ જિલ્લામાં પર્યટન સ્થળ સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તો જિલ્લાના આહવા અને સુબિર તાલુકામાં ધોધમાર વરસાદ અને કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે.
બીજી બાજુ દાહોદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કતવારા ગામે કરા પડ્યા છે. કમોસમી વરસાદના કારણે કતવારાના યાર્ડમાં બહાર પડેલી અનાજની બોરી વરસાદમાં પલળી ગઈ. જેને લઈ વેપારીઓનું નુકસાન વેઠવાનો વારો આવ્યો.
તો પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ગામોમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પણ પડ્યો વરસાદ છે. તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઝરમર વરસાદ વરસતા CCIના ખુલ્લા મેદાનમાં પડેલ કપાસને ઢાંકવા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.
નોંધનીય છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી હતી.
21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા અને કમોસમી વરસાદની શક્યતા હોવાથી સવારે ઠંડા પવન ફૂંકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion