શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
છેલ્લા 24 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં ધમધોકાર વરસાદ પડ્યો, 182 તાલુકામાં મેઘમહેર
તાપીના વ્યારા, ધરમપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના ગાંધીધામમાં અઢી તો ગરુડેશ્વરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર મેમહેર જોવા મળી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકોણાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ માંડવીમાં 6 ઇંચ નોંધાયો છે. જ્યારે કચ્છના મુંદ્રામાં સાડા પાંચ ઇંચ, તો તાપીના વાલોડમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
તો આણંદના તારાપુરમાં સાડા ચાર ઈંચ અને વલિયામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર ગુજરાતના ભિલોડા-ઈડરમાં 4-4 ઈંચ, તો બનાસકાંઠાના દિયોદરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.
તાપીના વ્યારા, ધરમપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો કચ્છના ગાંધીધામમાં અઢી તો ગરુડેશ્વરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ડાંગના સુબિર, અંજાર, પેટલાદ, સતલાસણા, ખંભાળિયામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન થયેલી મેઘમહેરના પગલે વરસાદની જે ઘટ હતી તે મોટાભાગની પૂર્ણ થઈ ચૂકી છે. રાજયમાં સિઝનનો 77.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.18 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 111.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 59.97 ટકા, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion