Jamnagar : કારખાનાના માલિકના પુત્ર-યુવકે સગીરા સાથે પરાણે વારંવાર માણ્યું શરીરસુખ, પછી એક દિવસ....
બ્રાસ કારખાનાના માલિકના પુત્ર અને કારખાનામાં કામે આવતાં યુવકે ત્યાં જ કામ કરતીલ 16 વર્ષીય સગીરા પર નજર બગાડી હતી. બંનેએ સગીરાને ધમકાવીને કારખાનામાં જ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધને કારણે સગીરાને ગર્ભ રહી જતા ખળભળાટ મચી ગયો છે.
જામનગરઃ શહેરમાં વધુ એક સગીરા પર બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બ્રાસ કારખાનાના માલિકના પુત્ર અને કારખાનામાં કામે આવતાં યુવકે ત્યાં જ કામ કરતીલ 16 વર્ષીય સગીરા પર નજર બગાડી હતી. બંનેએ સગીરાને ધમકાવીને કારખાનામાં જ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધને કારણે સગીરાને ગર્ભ રહી જતા ખળભળાટ મચી ગયો છે. સીટી સી ડિવિઝન પોલીસે સગીરાનો કબ્જો લઇ મેડીકલ પરીક્ષણ કરાવી બન્ને આરોપીઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરનો એક પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવારની 16 વર્ષીય દીકરી પણ કારખાનામાં કામ કરીને ઘરમાં મદદ કરતી હતી. છેલ્લા 1 વર્ષથી સગીરા કારખાનામાં કામ કરતી હતી. આ જ કારખાનામાં કામ કરતા યુવક અને કારખાનાના માલિકના દીકરાની નજર સગીરા પર બગડી હતી. બંનેએ સગીરાને ધાક-ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેઓ કારખાનામાં જ વારંવાર તેના પર બળાત્કાર ગુજારતા હતા. તેમજ તાબે ન થાય તો બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બંને સાથેના શારીરિક સંબંધથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. દીકરીના શરીરમાં આવી રહેલા ફેરફારથી ચિંતિત માતાએ પૂછપરછ કરતાં સમગ્ર હકિકત તેણે પોતાની માતાને જણાવી હતી. જેથી દીકરીનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને 5 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
દીકરીને હવસનો શિકાર બનાવતા માતાએ સગીરાને સાથે રાખી મોરબી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તેમજ બંને હવસખોરોને પકડવાની કામગીરી હાથ ધરી હતી.