Janmashtami 2022 : સીએમ ભુપેન્દ્ર પટેલે ભગવાન દ્વારકાધીશના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કર્યા
Janmashtami 2022 : દ્વારકા મંદિર ખાતે દર્શન કર્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે કાન્હા વિચાર મંચ દ્વારા આયોજિત શોભાયાત્રામાં સહભાગી થયા હતા.
Janmashtami 2022 : જન્માષ્ટમીના પાવન પર્વ પર મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દ્વારકા ખાતે વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી અને ભગવાન દ્વારકાધીશ શ્રીકૃષ્ણના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કર્યા. આ પ્રસંગે તેમની સાથે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે એક ટ્વીટમાં સીએમ ભુપેન્દ્ર પટેલે લખ્યું -
“જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી.”
જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન-અર્ચન સાથે પાદુકા પૂજન કરી ધન્યતા અનુભવી. pic.twitter.com/yviQMH8gZ4
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 19, 2022
દ્વારકા મંદિર ખાતે દર્શન કર્યા બાદ સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારકા ખાતે કાન્હા વિચાર મંચ દ્વારા આયોજિત શોભાયાત્રામાં સહભાગી થયા હતા.
દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી લાગી લાંબી લાઇન
આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. સમગ્ર દેશભરમાં આજે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાથે ઉમટ્યા છે. લાંબી લાંબી કતારોમાં હરિભક્તો ઉપસ્થિત છે. સૌ કોઈ વ્હાલાના વધામણા લેવા માટે દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા છે. સ્વર્ગ દ્વારાની બહાર બે કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી છે.
જન્માષ્ટમીના પૂર્વ સંધ્યાએ દ્વારકા નગરીને દુલ્હનની જેમ સજાવાઇ છે. રંગબેરંગી રોશનીથી સજ્જ છે દ્વારકા. જગત મંદિરમાં રોશનીના કારણે ચાર ચાંદ લાગી ગયા. કલા શિલ્પ અને સ્થાપત્યનું ઉત્કૃષ્ટ મંદિર એટલે જગત મંદિર. ભગવાન શ્રીકૃષ્ણની તસવીરો ની એલઇડી તૈયાર કરવામાં આવી છે.
જન્માષ્ટમીને લઈને દ્વારકામાં અભેદ્ય સુરક્ષા બંદોબસ્ત. 1200 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત છે. 1 એસપી 1ડીવાયએસપી 4પીઆઇ 8 પીએસઆઇ સહિતના અધિકારીઓ સુરક્ષામાં તૈનાત. પહેલી વખત સી ટીમ અશક્ત હરિભક્તોને મદદ કરશે.
દ્વારકાના મુખ્ય તહેવાર જન્માષ્ટમી નો તહેવાર નો પ્રરંભ થયો છે ત્યારે દ્વારકા તંત્ર, પોલીસ, દેવસ્થાન સમિતિ .નગરપાલિકા દ્વારા ભક્તો માટે કીર્તિસ્તંભથી બેરીકેટીંગ બનાવવામાં આવી છે. ત્યાથી છપ્પનસીડી મારફતે સ્વર્ગદ્વારથી ભક્તો શ્રીજીના દર્શન કરી મોક્ષદ્વારથી બહાર નીકળશે. જન્માષ્ટમી નાં રાત્રે ઉત્સવ આરતી માં રાજ્ય નાં મંત્રી પૂર્ણેશ મોદી આવશે. પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.આ તકે જન્માષ્ટમી નો તહેવાર શાંતિ પૂર્વક પૂર્ણ થાય તે માટે સજ્જ હોય આજે પત્રકારો સમક્ષ પી સી કરી હતી.