શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં આજથી આગામી 5 દિવસ જનતા કરફ્યૂ? કોણે લીધો સૌથી મોટો નિર્ણય? જાણો
સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉનામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા માટે ઉના ચેન્બર્સ ઓફ કોમર્સે મહત્વપૂર્ણ નિર્ણય લીધો
ગીર સોમનાથ: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વૈચ્છિક વેપારીઓ સહિત તમામ લોકો પોતાના ધંધા બંધ રાખવાના નિર્ણય કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉનામાં કોરોનાના વધી રહેલા સંક્રમણને રોકવા માટે ઉના ચેન્બર્સ ઓફ કોમર્સે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંગળવાર એટલે આજથી શનિવાર સુધી પાંચ દિવસ ઉનામાં જનતા કરફ્યૂ રહેશે.
કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે ઉના ચેમ્બર્સ ઓફ કોમર્સે મહત્વનો નિર્ણય લીધો છે. મંગળવાર એટલે આજથી શનિવાર સુધી પાંચ દિવસ ઉનામાં જનતા કરફ્યૂ રહેશે. આ દરમિયાન ફક્ત દૂધની દુકાનો માત્ર બે જ કલાક માટે ખુલ્લી રહેશે. પાંચ દિવસ ઉનામાં શાકભાજી સહિત તમામ રોજગાર-ધંધા બંધ રહેશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ઉના ચેમ્બર્સ ઓફ કોર્મસે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગીર સોમનાથમાં કોરોનાના કુલ 179 કેસ નોંધાયા છે.
રવિવારે ઉનાની બજારોમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. ખરીદી કરવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. મોટાભાગના લોકોએ મોઢા પર માસ્ક પણ પહેર્યું નહોતું. સાંકડી બજારોમાં લોકોના મેળાવડાથી કોરોનાના સંક્રમણને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાંચ દિવસ દરમિયાન દુધ, કરિયાણા, શાકભાજી અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement