શોધખોળ કરો

Junagadh: જૂનાગઢમા ઇમારત ધરાશાયી, 10થી વધુ લોકો દટાયા, કાટમાળમાં દટાયેલા લોકો ફોન કરી માંગી રહ્યા છે મદદ

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો

જૂનાગઢના કડિયાવાળ નજીક બિલ્ડિંગ ધરાશાયી થયું હતું. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કડિયાવાળ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. 

ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

જૂનાગઢના ડેપ્યુટી મેયરે મોટો આરોપ લગાવ્યો હતો. જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.

જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં  રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. 

જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે,  NDRF, પોલીસ અને ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.  JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની પ્રાથમિકતા છે.  

જૂનાગઢમાં આવ્યું હતું પૂર

જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાં ભયંકર પૂર આવ્યું હતું. શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. શહેર આખુ બેટમાં ફેરવાયું હતું. જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.  લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.  ગીરનાર પર્વત ઉપર  8 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. 

જૂનાગઢ શહેરમાં રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. શહેરના અનેક માર્ગોમાં  લોકો વાહનો સાથે ફસાયા હતા. ધેધમાર વરસાદ ખાબકતા  તળેટી પાણી-પાણી થઈ હતા.  જૂનાગઢના ભૂતનાથ મંદિર નજીકના અનેક મકાનોમાં  પાણી ઘુસી ગયા હતા. જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢમાં આવેલા ભયંકર પૂરના કારણે શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના પોશ વિસ્તારના બંગલાઓમાં પાણી ઘૂસી ગયા હતા.  બંગલામાં પાર્ક કરવામાં આવેલી ગાડીઓ રમકડાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget