Junagadh : વિસાવદરમાં ઝાળમાં ફસાવી દીપડાના શિકારનો પ્રયાસ, વન વિભાગને પડી ખબર ને પછી....
વિસાવદરના દેસાઈ વડાળા ગામે દીપડાના શિકારનો પ્રયાસ થતાં વન વિભાગ હરકતમાં આવી ગયું છે અને શિકારીઓને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
જૂનાગઢ : વિસાવદરના દેસાઈ વડાળા ગામે દીપડાના શિકારનો પ્રયાસ થતાં વન વિભાગ હરકતમાં આવી ગયું છે અને શિકારીઓને પકડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. વાયરના ફાંસલામાં દીપડો ફસાયો હોવાની સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. આથી વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. વન વિભાગે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ?
સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં 15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે. 16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે. આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે. મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાવના કુડાલિયા,ચોથનેસડા, કારેલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પાલનપુર,કાંકરેજ ,થરાદ બાદ સરહદી વાવ પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં વરસાદને લઈને ધરતીપુત્રો અને લોકોમાં ખુશી છે.
ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 133 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 92 ટકા અને મધ્ય ગુજરાતમાં 70 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 69 ટકા વરસાદ વરસ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 43 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 68 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 16 ડેમ એલર્ટ પર છે. ઝોન વાઈઝ ડેમમાં પાણીના જથ્થાની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 64 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના 20 ડેમમાં 71 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 34 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 54 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 75 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 83 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.