શોધખોળ કરો

જૂનાગઢના કાશ્મીરી બાપુને આજે બપોરે ત્રણ વાગે અપાશે સમાધિ, 15 દિવસ પહેલા કહી આ વાત

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે.

જૂનાગઢઃ જૂનાગઢના કાશ્મીરી બાપુનું ગઈકાલે નિધન થયું હતું. આજે બપોરે ત્રણ વાગે પ્રયાગરાજથી વાઘંબરી ગાદીનાં શ્રીમહંત બલવીરપુરી, બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી, મુંબઇના કેશવપુરીજી સહિતના સંતોની ઉપસ્થિતીમાં તેમને સમાધિ આપવામાં આવશે. 15 દિવસ પહેલાં તેમણે તેના સેવકને કહ્યું હતું કે, કફ ગળામાં અટકે ત્યારે શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. આના કારણે તેઓ બહુ બોલી પણ શકતા નહોતા.

કેટલી ઉંમર હતી

કાશ્મીરીબાપુને ફેફસાંમાં ઇન્ફેક્શનની તકલીફ ઘણા વખતથી હતી. છેલ્લા 10 વર્ષથી તેઓને દિવસમાં 5 થી 7 વખત નેબ્યુલાઇઝરની ટ્રીટમેન્ટ લેવી પડતી. કાશ્મીરીબાપુ નિરંજની અખાડાનાં આગેવાન સંત હતા. તેમની ઉંમર 97 થી 100 વર્ષ આસપાસ હતી.

બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પટેલબાપુ સાથે આત્મિયતા

વર્ષો સુધી જંગલમાં આવેલ આશ્રમમાં ધૂણી ધખાવી ભજન સાથે ભોજન કરાવી સતત અન્નક્ષેત્ર ધમધમતું રાખનાર નિરંજન અખાડાના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરતાં તેમના શિષ્યો અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કાશ્મીરીબાપુને ઉપલાદાતારનાં પટેલબાપુ સાથે ખુબજ આત્મિયતા હતી. વર્ષો પહેલાં તેઓ ત્યાં એક-એક મહિનો રોકાતા. અવારનવાર તેમને મળવા જતા અને તેમની સાથે ગોષ્ઠિ કરતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું, સદૈવ પોતાની ફકીરીમાં રહી ભજન અને ભોજનની ગરવા ગિરનારની ગોદમાં ધૂણી ધખાવી,ગિરનારની તપોભૂમિના સંત,ભવનાથના નિરંજન અખાડાના મોભી પ.પૂ.કાશ્મીરી બાપુ આજે બ્રહ્મલીન થયા છે.ઈશ્વર પૂજ્ય બાપુના આત્માને શાંતિ અર્પે તેમજ સૌ અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.  ૐ શાંતિ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન

Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા

Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ

RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા

ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
RRB Recruitment: ભારતીય રેલવેમાં બહાર પડી 32,438 પદો પર ભરતી, આ દિવસે શરૂ થશે અરજીની પ્રક્રિયા
'તમારુ કુરિયર મિસ થઇ ગયું છે...', તમને પણ આવો મેસેજ આવે તો થઇ જજો સાવધાન

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

Dawood Ibrahim: દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી, EDએ ડૉનના ભાઇનો ફ્લેટ કર્યો સીલ

અલ્લૂ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદ પોલીસે જાહેર કરી નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યો

Embed widget