Junagadh : રૂમમાં યુવતી સાથે યુવક માણી રહ્યો હતો શરીરસુખ ને અચાનક પડી પોલીસની રેડ, પછી તો....
જગમાલ ચોક પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના મકાનમાં 42 વર્ષીય મહિલા પોતાના જ ઘરમાં બહારથી યુવતીઓ લાવીને દેહવ્યાપાર કરાવતી હતી. આ અંગે પોલીસને બાતમી મળતા એ-ડિવિઝનની ટીમે ગઈ કાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.
જૂનાગઢઃ શહેરના જગમાલ ચોક પાસે આવેલા એક મકાનમાં બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનુ ચલાવવામાં આવી રહ્યું હતું. આ અંગે પોલીસને બાતમી મળતા પોલીસે રેડ પાડતાં કૂટણખાનાની સંચાલક મહિલા, ગ્રાહક અને ચાર યુવતીઓ મળી આવી હતી. તેમજ ઘટનાસ્થળેથી પોલીસને કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, જગમાલ ચોક પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના મકાનમાં 42 વર્ષીય મહિલા પોતાના જ ઘરમાં બહારથી યુવતીઓ લાવીને દેહવ્યાપાર કરાવતી હતી. આ અંગે પોલીસને બાતમી મળતા એ-ડિવિઝનની ટીમે ગઈ કાલે મોડી સાંજે દરોડો પાડ્યો હતો.
રેડમાં કૂટણખાનાની સંચાલક મહિલા, એક ગ્રાહક અને ચાર યુવતીઓ મળી આવી હતી. મહિલા અને યુવકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચારેય યુવતીઓને સાક્ષી બનાવીને આગળની કાર્યવાહી કરી હતી. મહિલા રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી યુવતીઓ લાવીને દેહવ્યાપાર કરાવતી હતી.
પોલીસને ઘરમાં તપાસ દરમિયાન 6 કોન્ડોમના પેકેટ, એક મોબાઇલ અને 1260 રૂપિયા રોકડા મળી કુલ 1760નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Dahod : 24 વર્ષીય યુવતીને 4 વર્ષથી હતા યુવક સાથે શારીરિક સંબંધ ને પછી જે થયું તે જાણીને ચોંકી જશો
દાહોદઃ ગઈ કાલે શહેરના ગોદીરોડ વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ પોતાના રૂમમાં પંખે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરનાર યુવતીને શહેરના જ એક યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. જોકે, પ્રેમીએ તેને વારંવાર ભોગવ્યા પછી લગ્ન માટે ઇનકા કરી દેતા આપઘાત કરી લીધો હતો. યુવતીએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, 24 વર્ષીય યુવતીને તેના જ શહેરના 35 વર્ષીય યુવક સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ હતા. યુવતી છેલ્લા ઘણા સમયથી યુવકને લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. પરંતુ યુવક તેને વાયદા કરીને ફક્ત તેની સાથે મજા કરી રહ્યો હતો અને લગ્નની વાત ટાળી દેતો હતો. યુવક પોતે પરણિત છે અને એક બાળકનો પિત પણ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈ કાલે વહેલી સવારે યુવતી પ્રેમીને મળવા ગઈ હતી અને ફરી એકવાર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. જોકે, યુવકે લગ્ન માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ કહ્યું હતું કે, તારે બીજે લગ્ન કરવા હોય તો કરી લે, નહીં તો મરી જા, હું તારી સાથે લગ્ન કરવાનો નથી. આ વાતથી યુવતીને ખૂબ જ લાગી આવ્યું હતું અને ઘરે આવી ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને મૃતકની લાશને પંખા પરથી નીચે ઉતારી પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી આપી હતી. મૃતક યુવતીના ઘર પર પરિવારજનો સહિત સમાજના ટોળે ટોળે ઉમટી પડ્યાં હતાં. આ અંગે યુવતીના પિતાએ દાહોદ શહેર પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.