Junagadh : વિસાવદર પાસે કારનું ટાયર ફાટતાં બેના મોત, બનાસકાંઠામાં ટ્રેલરની ટક્કરે યુવકનું મોત
સાવદર નજીક કાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાની મોણપરી નજીક ઘટના બની હતી. ફોરવ્હીલરનુ ટાયર ફાટતાં દુર્ઘટના ઘટી હતી.
જૂનાગઢ : વિસાવદર નજીક કાર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. નાની મોણપરી નજીક ઘટના બની હતી. ફોરવ્હીલરનુ ટાયર ફાટતાં દુર્ઘટના ઘટી હતી. જામકાથી કાલસારી સગાઈમાં જતાં પરિવારને અકસ્માત નડયો હતો. ઈજાગ્રસ્તોને જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
બનાસકાંઠામાં નેશનલ હાઇવે 27 ઉપર શિહોરી-થરા વચ્ચે ડુગરાસન નજીક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર ટ્રેલરની અડફેટે આવતા યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ડુગરાસણના 28 વર્ષીય યુવાન બલાભાઇ ઠાકોર નામના રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. શિહોરી પોલીસ પહોંચી ઘટના સ્થળે. અકસ્માતના પગલે નેશનલ હાઇવે 27 ઉપર લોકોના ટોળેટોળા.
Mehsana : પરણીતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, લગ્ન કરવા માટે અઢી વર્ષની દીકરી નડતરરૂપ બનતા પતાવી દીધી ને પછી....
મહેસાણાઃ મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે. માતાને અન્ય પુરુષ સાથે લગ્ન કરવા હોવાથી બાળકી અડચલ રૂપ બનતા બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માતા બની પોતાના સંતાનની હત્યારી.
ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો.
મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.