આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? અરવિંક કેજરીવાલે કર્યો મોટો ખુલાસો
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભ્રષ્ટાચાર સામે લડત અને ઉમૈશ મકવાણાને સસ્પેન્ડ કરવાની જાહેરાત; ઈસુદાન ગઢવીએ પણ આપી સ્પષ્ટતા.

AAP Congress alliance: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે પાર્ટીના ભવિષ્ય, ગુજરાતમાં તેની રણનીતિ અને રાજકીય ગઠબંધનો અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું કે AAP એ યુવાનોની પાર્ટી છે, જેમાં મોટાભાગના સભ્યો 40 વર્ષથી ઓછી ઉંમરના છે.
યુવાનોને આહ્વાન અને ગુજરાતનું વિઝન
કેજરીવાલે ગુજરાતના યુવાનોને AAP માં જોડાવા આહ્વાન કરતા કહ્યું કે, "જે યુવા ગુજરાત અને દેશ માટે કંઈ કરવા માંગે છે, તેઓ અમારી સાથે જોડાય." તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, "આપણે બધા મળીને હસતું રમતું અને પ્રગતિશીલ ગુજરાત બનાવશું."
કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં
ગઠબંધનના મુદ્દે કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે, "અમારું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી." તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે, "કોંગ્રેસને ભાજપ ખખડાવી બરાબર મળીને કામ ના કર્યું એ બાબતે." જોકે, 2029 ની ચૂંટણીના ગઠબંધન અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, "2029 બહુ દૂર છે, ત્યાં સુધી ગઠબંધન અંગે કંઈ કહી શકાય નહીં."
ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત અને આંતરિક કાર્યવાહી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ પાર્ટીની પ્રતિબદ્ધતા દોહરાવતા કહ્યું કે, "ભ્રષ્ટાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડી અને લડશે." તેમણે પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણાના સસ્પેન્શન અંગે પણ સ્પષ્ટતા કરી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, "MLA વિરુદ્ધ અમારી પાસે ફરિયાદો અગાઉ પણ આવી હતી," અને "અમે ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે." તેમણે ઉમેર્યું કે, "વિસાવદર AAP પાર્ટી જીતી એટલે ભાજપ છંછેડાઈ ગયું છે." ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અંગે તેમણે કહ્યું કે, "ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી સાથે હતા, એમના કામથી તેઓ વાત કરીને ગયા હતા."
ભવિષ્યની ચૂંટણીઓ અને સત્તારૂઢ પાર્ટી પર પ્રહાર
કેજરીવાલે ગુજરાતમાં ચૂંટણી લડવાની અને જીતવાની ખાતરી આપતા કહ્યું કે, "ગુજરાતમાં ચૂંટણી લડીશું અને જીતીશું પણ." તેમણે પંજાબમાં પણ સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે "ચૂંટણી પંચ જે કરી રહ્યું છે એ ખોટું છે" તેમ કહીને ચૂંટણી પંચની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા.
સત્યેન્દ્ર જૈન મામલે ટિપ્પણી
ભૂતપૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતા, કેજરીવાલે ટૂંકમાં જવાબ આપ્યો કે, "જીવનભર હવે પૂછપરછ ચાલતી રહેશે." આ નિવેદનથી તેમણે આ મામલે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું.





















