Gujarat Election 2022: અરવિંદ કેજરીવાલે ગાય મુદ્દે આપી વધુ એક ગેરન્ટી, જાણો વિગત
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે
રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ગાય મુદ્દે ગેરન્ટી આપી હતી. કેજરીવાલે દરેક ગાયના નિભાવ માટે દરરોજના 40 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.
ગુજરાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂપિયા પ્રતિ ગાય, પ્રતિ દિવસ તેમની સારસંભાળ માટે આપીશું તથા પ્રત્યેક જિલ્લામાં પાંજરાપોળ બનાવવામાં આવશે. જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રજળે છે અથવા જેમને દૂધ આપવાનું બંધ કરી દીધું છે એમની પાંજરાપોળમાં સારસંભાળ કરવામાં આવશે. - @ArvindKejriwal pic.twitter.com/bgDg5GHJYl
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 2, 2022
મળતી જાણકારી અનુસાર, રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માંને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા.વિધાનસભાની ચૂંટણી પહેલા આપના નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે. અરવિંદ કેજરીવાલે આજે વધુ એક ગેરંટી આપી હતી.
અમને સૂત્રો દ્વારા માહિતી મળી છે કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. - @isudan_gadhvi #એક_મોકો_આપો_કેજરીવાલને pic.twitter.com/DXA8BBxpeH
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 2, 2022
અરવિંદ કેજરી વાલે કહ્યું હતું આજે બે મુદ્દા ઉપર વાત કરીશ. ગુજરાતમાં ગાયને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અનેક લોકોએ અત્યાર સુધીમાં મને ફરિયાદો કરી છે. ગુજરાત આમ પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ દરરોજના 40 રૂપિયા આપીશ. દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું.
સૂત્રો અનુસાર આઇબીની એક રિપોર્ટ આવી છે કે; જો હાલ ચૂંટણી કરવામાં આવે તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. - @ArvindKejriwal pic.twitter.com/AKZqQhySzg
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 2, 2022
કેજરીવાલે કહ્યું હતું કે સૂત્રોના હવાલેથી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી છે. ભાજપે કોંગ્રેસને જવાબદારી આપી છે કે તેણે જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10 થી વધુ સીટો નહીં આવે.
અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે પંજાબ સરકારે ટૂંક સમયમાં ગાયો માટે અનેક મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી.