(Source: ECI/ABP News/ABP Majha)
Kheda : પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા આવેલા યુવકનું મોત
યુવક પરીક્ષા આપી પોતાની રૂમ પર આવી સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં. મૃતક યુવકનું નામ નરેન્દ્ર બામણિયા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામનો રહેવાસી છે.
ખેડાઃ પોલીસ કોન્સેબલની ભરતી પરીક્ષા આપવા આવેલ યુવકનું મોત નીપજ્યું છે. ખેડા કેમ્પ ખાતે ચાલતી પોલીસ કોન્સેબલની પરીક્ષા આપી પોતાની રૂમ પરત ગયા બાદ યુવકનું મોત થયું છે. યુવક પરીક્ષા આપી પોતાની રૂમ પર આવી સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં. મૃતક યુવકનું નામ નરેન્દ્ર બામણિયા મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કોતરા ગામનો રહેવાસી છે.
હાલ ખેડા ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકના મૃતદેહ ને હાલ ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. યુવકનું પીએમ પેનલ ડોક્ટરો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટે LRD અને PSIની ભરતી પરીક્ષા મુદ્દે આપ્યો મોટો ચુકાદો, હજારો યુવાનોને મળી મોટી રાહત
અમદાવાદઃ ઓક્ટોબર 2021માં એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા આપનાર ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અરજદારોએ 2021માં એલઆરડી રિક્રુટમેન્ટ બોર્ડ અને પી.એસ.આઇ. રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થયાનો આરોપ લગાવ્યો હતો. ઓક્ટોબર 2021માં શારીરિક માપણીમાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
2019માં ભરતી દરમિયાન આ જ ઉમેદવારોને શારીરિક માપણીમાં યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. શારીરિક માપણીના પરિણામમાં આ પ્રકારના વિરોધાભાસને લઈને ઉમેદવારોએ કોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને બોર્ડને આદેશ કર્યો છે. હાઈકોર્ટે ઉમેદવારોની શારીરિક માપણીમાં હાઈટ રિમેજરમેન્ટનો રિપોર્ટ રજુ કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટે તમામ ૧૦ ઉમેદવારોની ઉંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હાઈ કોર્ટે એમ પણ ટાંકયું કે, જો ઉમેદવારોની શારીરિક માપણી યોગ્ય જણાશે તો તેઓ લેખિત પરીક્ષામાં બેસવાનો અધિકાર ધરાવશે. આગામી સુનાવણીમાં હાઇકોર્ટ તમામ તથ્યોના આધારે આ અરજી ઉપર નિર્ણય લઈ શકે છે.
2 દિવસના જેલવાસ પછી AAPના નેતા ઓળખાય પણ નહીં એવી હાલતમાં બહાર આવ્યા, જુઓ તસવીરો
અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કનું પેપર ફૂટવા મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ કરવા જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપના નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તેમને ગાંધીનગર કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવતાં 12 દિવસ પછી આજે જેલમાંથી તેમનો છૂટકારો થયો હતો.
આજે વધેલી દાઢી સાથે બહાર નીકળેલા આપના નેતા ઇસુદાન ગઢવી એક નજરે તો ઓળખી પણ ન શકાય તે રીતે બહાર આવ્યા હતા. બહાર આવેલા ઇસુદાનનું આપના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.
જેલમાંથી બહાર આવેલા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, અમે ગુજરાતની જનતાની લડાઈ લડતા રહીશું. આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે અમને ગર્વ છે. ભૂતકાળમાં નવ દસ વખત પેપર ફૂટ્યા. પેપર લીકકાંડમાં મોટા મગરમચ્છ છૂટી ગયા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જેલના ત્રાસથી અમે ડીરશું નહીં. અસિત વોરાના રાજીનામા સુધીની આ લડાઈ ચાલુ રહેશે.
12 દિવસ પછી આમ આદમી પાર્ટીના 55 નેતા-કાર્યકરોની જેલમુક્તિ થતાં સાબરમતી જેલ બહાર મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમજ જેલમાંથી બહાર આવેલા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.