Kheda: વડતાલના ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓના ડુબવાથી મોત, હોળી નિમિત્તે કૉલેજમાંથી આવ્યા હતા નહાવા
આજે હોળી-ધૂળેટીના દિવસે ખેડા જિલ્લામાથી એક હ્રદયદ્રવક ઘટના સામે આવી છે. જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં ડુબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે
Kheda News: ખેડા જિલ્લામાંથી હોળીના તહેવારના દિવસે જ એક કરૂણ ઘટના સામે આવી છે, આજે અહીં વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં પાંચ વિદ્યાર્થીઓના ડુબ્યા હોવાની ઘટના ઘટી છે. હોળીના તહેવારમાં અહીં ગોમતી તળાવમાં લોકો નહાવા આવે છે, વિદ્યાર્થીઓ પણ અહીં નહાવા આવ્યા હતા તે દરમિયાન પાંચ વિદ્યાર્થીઓનો પગ લપસી જતાં તળાવમાં ડુબ્યા હતા, જેમાં 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની એમવી પટેલ કૉલેજના છે.
ખરેખરમાં ઘટના એવી છે કે, આજે હોળી-ધૂળેટીના દિવસે ખેડા જિલ્લામાથી એક હ્રદયદ્રવક ઘટના સામે આવી છે. જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં ડુબી જવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. આજે ધૂળેટીના તહેવાર નિમિત્તે જિલ્લાના વડતાલમાં આવેલા ગોમતી તળાવમાં લોકો નહાવા માટે આવે છે. આ સંદર્ભમાં વિદ્યારનગરની એમવી કૉલેજના વિદ્યાર્થીઓ પણ ત્યાં પહોંચ્યા હતા. અહીં 12 વિદ્યાર્થીઓનું એક ગૃપ પહોંચ્યુ હતુ, જે હોળી નિમિત્તે નહાવા જઇ રહ્યાં હતા. ગોમતી તળાવમાં પાંચ વિદ્યાર્થીઓ નહાવા પડ્યા હતા, જોકે, ત્રણ વિદ્યાર્થીઓના પગ લપસી જવાથી ડુબી જવાથી મોત થયુ હતુ. ડુબવાની ઘટના બાદ ઘટનાસ્થળે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી, આ સાથે જ 2 એમ્બ્યૂલન્સ અને એક 108 એમ્બ્યૂલન્સ પણ પહોંચી હતી. રેસ્ક્યૂ ટીમે મૃતદેહોને બહાર કાઢવાની કવાયત શરૂ કરી હતી.
મહિલાએ કૂવામાં મોતની છલાંગ મારી, પોલીસકર્મીએ કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવ્યો
વડોદરાના કોયલીમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી વખતે સ્થાનિક મહિલાએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ 20 ફૂટ ઉંડા કૂવામાં મોતની છલાંગ મારી હતી. આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીએ એક પણ ક્ષણનો વિચાર કર્યાં વગર કૂવામાં કૂદી મહિલાનો જીવ બચાવી લીધો હતો.
વડોદરાના કોયલી વિસ્તારમાં IOCL કંપની દ્વારા જમીન સંપાદનની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન વળતરને લઇને સ્થાનિક લોકોએ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેથી ત્યાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમયે એક મહિલા ખૂબ રોષે ભરાઈ હતી અને તે 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં કૂદી જીવ દેવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર મહિલાને બચાવવા માટે કૂવામાં કૂદી તેમને જીવ બચાવ્યો હતો. ભારે જહેમત બાદ મહિલાને કૂવામાંથી બહાર કાઢી હતી. આ સમયે મહિલા કોન્સ્ટેબલ કલ્પનાબેનન લાખાભાઇ અને સોનિયાબેન પ્રદિપભાઇ અને PSI ચાવડાએ પણ મહિલાને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા.
બંદોબસ્ત રહેલા હેડ કોન્સ્ટેબલ રાજેશ ભાઈએ કૂવામાં કુદી મહિલાને બચાવી લીધી હતી. એસીપી આર.ડી.કવા દ્વારા કોન્સ્ટેબલને પ્રોત્સાહિત કરાયા હતા. કોન્સ્ટેબલ રાજેશભાઇને એવોર્ડ મળે તે માટે ઉપલા અધિકારીઓને રજુઆત કરાશે તેમ એસીપી આર.ડી.કવાએ જણાવ્યું હતું.