(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રમાં ભાજપના સાંસદ-દિગ્ગજ નેતાનો ચોંકાવનારો આક્ષેપ, મારા શહેરમાં દારૂની રેલમછેલ, પોલીસના આશિર્વાદથી રેતી ખનન...
અમરેલી જિલ્લામાં સુશાસનના ધજિયા ઉડતા હોવાના ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું, અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. ઉપરાંત રેતી માફિયાનું પણ ચાલતું હોવાનું આરોપ લગાવ્યો હતો.
અમરેલીઃ અમરેલીમાં વેક્સિનેશન (Corona Vaccination) કેમ્પમાં તૈયારી કરતા ભાજપના કાર્યકરોને માર મારવાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. ભાજપના (BJP) બે કાર્યકરો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યના દિગ્ગજ રાષ્ટ્રીય સહકારી નેતા અને સરકારમાં મંત્રી રહી ચુકેલા દિલીપ સંઘાણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીને ફોન પર જે સંભળાવ્યું છે તે ચોંકાવનારું છે. ભાજપના કાર્યકર્તાઓ પર પોલીસ દમન ગુજાર્યું હોવાનો આરોપ લગાવી સંઘાણીએ ફોન પર જે ચિમકી ઉચ્ચારી છે તે જિલ્લાની સ્થિતિને ઉજાગર કરે છે. અમેરલીના ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ (Dilip Sanghani) મારા શહેરમાં દારૂની રેલમછેલ છે. પોલીસના આશિર્વાદથી રેતી ખનન થાય છે. સંઘાણીએ આમ કહ્યું ત્યારે તેની સાથે સાંસદ નારણ કાછડિયા (Naranbhai Kachhadiya)પણ ઉપસ્થિત હતા.
અમરેલી જિલ્લામાં સુશાસનના ધજિયા ઉડતા હોવાના ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું, અમરેલીમાં દારૂના ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે. ઉપરાંત રેતી માફિયાનું પણ ચાલતું હોવાનું આરોપ લગાવ્યો હતો. તેમણે ગોરખધંધાનો પર્દાફાશ કરવાની પોલીસને ધમકી આપી હતી. તેમણે મીડિયાના કેમેરા સામે આમ કહ્યું હતું. સંઘાણીની જ્યારે આ વાત કરતાં હતા ત્યારે તેમની સાથે અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ હતા.
આ સમગ્ર ઘટના અમરેલીમાં ભાજપના કાર્યકરોને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લાગ્યા બાદ બની હતી. અમરેલીના એએસપી અભય સોની (Amreli ASP Abhy Soni) પર ભાજપના કાર્યકરને ફટારવાનો આરોપ લાગ્યો હતો. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના આગમન પહેલા વેક્સિનેશન કેમ્પમાં બેનર લગાવતી વખતે પોલીસે બે કાર્યકરોને માર માર્યા બાદ સહકારી નેતા દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડિયાએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પોલીસ વડા, રાજ્ય સરકારને એએસપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.