શોધખોળ કરો

Kutch: કચ્છના વિજપાસરમાં મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ, પ્રેમ લગ્નથી ઉશ્કેરાયેલા યુવતીના પરિવાર પર આરોપ

કચ્છના વિજપાસરમાં મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

કચ્છના વિજપાસરમાં મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, કચ્છના વિજપાસરમાં  પ્રેમ લગ્નથી ઉશ્કેરાયેલા યુવતીના પરિવારે યુવકની માતાને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કચ્છમાં નખત્રાણાના વિજપાસરમાં પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હતો. યુવતીના પ્રેમલગ્નથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ ઘરમાં ઘૂસી યુવકની માતાને સળગાવી દીધી હતી. મહિલા ગંભીર રીતે દાઝી જતા ભૂજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. બનાવને લઈ નખત્રાણા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Bhavnagar News: ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી, વધુ 6 લોકોની કરી અટકાયત, જુઓ લીસ્ટ

Bhavnagar News: ભાવનગર પોલીસે નોંધેલી વ્યાપક ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે. કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.  તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. ડમી કૌભાંડમાં ફરિયાદ સિવાયના નવા ચાર આરોપીઓ પકડાયા છે.

નીચે મુજબનાં વધુ છ આરોપીઓની અટકાયત કરવામાં આવી

1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી. 

2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા )  રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરીક્ષા આપેલ હતી. 

3. પાર્થ ઇશ્વરભાઇ જાની ઉ.વ.૨૩ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૨, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપેલ હતી. 

4. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-૨૦૨૨માં વન રક્ષકની પરીક્ષા આપેલ હતી. 
 
5. રમેશભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા)  રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળાએ આરોપી નં.૨૮ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે  સને-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી. 

6. રાહુલ દિપકભાઇ લીંબડીયા ઉ.વ.૨૩ ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ, ભીમડાદ તા.ગઢડા જી.બોટાદવાળાએ આરોપી નં.૧૩નાં ડમી ઉમેદવાર તરીકે તા.૨૬/૦૩/૨૦૨૨નાં રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપેલ હતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળીBhavnagar News: ફરી ભાવનગરમાં ઝડપાયો દારૂ, પે-રોલ ફર્લો સ્કવૉડે 9.36 લાખના દારૂ સાથે બેની કરી ધરપકડVadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget