શોધખોળ કરો
Advertisement
આ દિવાળીએ 17 વર્ષ બાદ બની રહ્યો છે આવો યોગ, જાણો પૂજા માટે શું છે મૂહુર્તનો સમય
આ દિવાળીએ અનેક મંગળકારી સંયોગ બની રહ્યા છે. આ પ્રસંગે સ્વાતિ નક્ષત્ર, સૌભાગ્ય યોગ અને તુલા રાશિનો ચંદ્ર રહેશે.
દિવાળીના તહેવાર પર લક્ષ્મીપુજા અને ચોપડા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત કરી ઘરના આંગણે રંગોળી કરવામાં આવે છે અને લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે તે માટે ખાસ પૂજા કરવામાં આવે છે.
આ દિવાળીએ અનેક મંગળકારી સંયોગ બની રહ્યા છે. આ પ્રસંગે સ્વાતિ નક્ષત્ર, સૌભાગ્ય યોગ અને તુલા રાશિનો ચંદ્ર રહેશે. આ મંગળકારી સંયોગમાં મહાલક્ષ્મીની પૂજા સમૃદ્ધિ પ્રદાન કરશે.
17 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ યોગમાં દિવાળી પૂજા અને ઉત્સવ મનાવવામાં આવશે. દિવાળી પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કરવાની પરંપરા હોય છે. જાણો, દિવાળી લક્ષ્મી-ગણેશ પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે.
દિવાળી 2020 લક્ષ્મી પૂજાનું મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5 વાગ્યાથી 30 મિનિટથી 7 વાગ્યાથી 25 મિનિટ સુધી
પ્રદોષ કાળ : સાંજે 5 : 27 મિનિટથી 8 :06 મિનિટ સુધી
વૃષભ કાળ : 14 નવેમ્બર સાંજે 5 : 30 મિનિટથી 7 : 25 મિનિટ સુધી
લક્ષ્મી પૂજન 2020 : ચોઘડિયા મુહૂર્ત
બપોરનો સમય : 2 : 28 મિનિટથી સાંજે 4 : 07 મિનિટ સુધી
સાંજ : સાંજે 5 : 30 મિનિટથી સાંજે 7 : 08 મિનિટ સુધી
રાત્રે : રાત્રે 8 : 50 મિનિટથી મોડી રાત્રે 01 : 45 મિનિટ સુધી
પ્રાત: કાળ : 15 નવેમ્બરે સવારે 5:04 મિનિટથી 6:44 મિનિટ સુધી
દિવાળી મહાનિશીથ કાળ મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત : 23:39 મિનિટથી 24:32 મિનિટ સુધી
ગૃહસ્થો માટે લક્ષ્મી પૂજા 2020 મુહૂર્ત પ્રદોષ કાળ મુહૂર્ત
પ્રદોષ કાળ મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5:33 મિનિટથી રાત્રે 08:12 મિનિટ સુધી
વૃષભ કાળ મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5:30 મિનિટથી રાત્રે 7:25 મિનિટ સુધી
સિંહ લગ્ન મુહૂર્ત, 14 નવેમ્બર : અડધી રાત્રે 12:05 મિનિટથી મોડી રાત્રે 02:20 મિનિટ સુધી
સર્વશ્રેષ્ઠ પૂજા મુહૂર્ત : સાંજે 05:30 મિનિટથી 06:02 મિનિટ સુધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement