(Source: ECI/ABP News/ABP Majha)
Diu-Daman: દીવ-દમણમાં ફરવા જતા લોકો માટે મોટા સમાચાર, આ તારીખે લાગું થશે દારુબંધી
દીવ-દમણ: દીવ અને દમણ ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે.
દીવ-દમણ: દીવ અને દમણ ફરવા જતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતને અડીને આવેલા દમણ અને દીવ આ બને પ્રદેશો પર દારૂબંધી લાગુ થવા જઈ રહી છે. જેની પાછળનું કારણ ગુજરાત ઇલેક્શન મનાઈ રહ્યું છે. ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. હવે એ જોઈએ કઈ કઈ તારીખે દારૂબંધી રહેશે.
પ્રથમ તબબકાના મતદાન પહેલા એટલે કે 29 તારીખે સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે. જે 1 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી એટલે કે અંદાજે ત્રણ દિવસ અમલમાં રહેશે. ત્યાર બાદ બીજા તબબકાના મતદાન પહેલા એટલે કે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂ બનધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોણ છે સુધા નહટા
સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. 2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યા છે. તેમના કહેવા મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે.
સુરતમાં AAPના કાર્યકર્તા આપ વિરુદ્દ કરશે પ્રચાર
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.
ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ 10 ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની 39 રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.