શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election 2024: ગુજરાતમાં કઈ બેઠક પર કોના નામની છે ચર્ચા, જુઓ લિસ્ટ
Lok Sabha Elections 2024: ગુજરાતમાં રૂપાલા અને માંડવિયા કઈ સીટ પરથી ચૂંટણી લડશે તેના પર સૌની નજર છે.
Lok Sabha Elections: દિલ્લી કાર્યાલય પર આવતીકાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. ઉમેદવારોના નામ પર ચર્ચા માટે દિલ્લીમાં ભાજપની બેઠક યોજાશે. બેઠકમાં લોકસભા બેઠકના ઉમેદવારોના નામ અંગે નિર્ણય લેવાશે. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં ઉપસ્થિત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર રહેશે.
- ગાંધીનગર બેઠક પર અમિત શાહ નિશ્ચિત
- નવસારી બેઠક પર સી.આર પાટીલ નિશ્ચિત
- અમરેલી, ભાવનગર અને રાજકોટ બેઠક પર ફેરફારની શક્યતા
- સૌરાષ્ટ્રની બેઠક પર માંડવિયા અને રૂપાલાના નામની ચર્ચા
- ભાવનગર, અમરેલી બેઠક પર માંડવિયા બની શકે ઉમેદવાર
- ભારતીબેન અને કાછડીયાને તક ન મળે તો માંડવિયાનું નામ આગળ
- મહેસાણા બેઠક પર નીતિન અને રજની પટેલના નામ ચર્ચામાં
- શારદાબેને ફરી ચૂંટણી લડવાની વ્યક્ત કરી હતી અનીઈચ્છા
- ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવા પ્રબળ દાવેદાર
- વસાવાની બાદબાકી થાય તો ડૉ.દર્શના દેશમુખ દાવેદાર
- વસાવાની બાદબાકી થાય તો ભરતસિંહ પરમાર દાવેદાર
- વસાવાની બાદબાકી થાય તો ડૉ.જયંતિ વસાવા અને મોતીસિંહ મેદાને
- વસાવાની બાદબાકી થાય તો ઘનશ્યામ પટેલ, કનુ પરમાર દાવેદાર
- વસાવાની બાદબાકી થાય તો શંકર વસાવા અને કિરણ પરમારની દાવેદારી
- પાટણ બેઠક પર ભરતસિંહ ડાભીએ ફરી કરી છે દાવેદારી
- ભરતસિંહને ટિકિટ ન મળે તો દિલીપ ઠાકોરને મળી શકે તક
- ભરતસિંહને ટિકિટ ન મળે તો પૂર્વ સાંસદ નટુજી ઠાકોર પણ મજબૂત વિકલ્પ
- પાટણ બેઠક પર જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરનું નામ ચર્ચામાં
- રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા પ્રબળ દાવેદાર
- રૂપાલાને રાજકોટમાં તક ન મળે તો મોહન કુંડારીયાનું નામ ચર્ચામાં
- રાજકોટ બેઠક પર જગદીશ કોટડીયા અને દીપિકાબેન સરડવા દાવેદાર
- દીવ, દમણ અને દાદરાનગર હવેલીના ઉમેદવારો નામ અંગે મંથન
- નટુભાઈ પટેલ દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
- કલાબેન ડેલકર દાદરાનગર હવેલીના ભાજપના સંભવિત ઉમેદવાર
- લાલુભાઈ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
- જીજ્ઞેશ પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
- તરૂલતાબેન પટેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
- વિશાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
- ગોપાલ ટંડેલ દીવ-દમણના ભાજપના સંભવિત ઉમેદવાર
ગુજરાતમાં ભાજપનો તમામ 26 બેઠક જીતીને હેટ્રિક કરવાનો ઈરાદો
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠક જીતી હતી. આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે અને આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં લોકસભાની કઈ સીટ પર સાસુ અને વહુએ નોંધાવી દાવેદારી? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement