Loksabha Election 2024: ભાજપે ગુજરાતમાં 6 ઉમેદવારોના નામ કર્યા જાહેર, રંજનબેનના બદલે જાણો કોને મળી ટિકીટ
ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ પણ સામેલ છે. વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટના બદલે ડૉ હેમંગ યોગેશચંદ્ર જોશીને ટિકીટ આપી છે.
Lok Sabha Elections 2024: ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 6 ઉમેદવારોના નામ પણ સામેલ છે. વડોદરા બેઠક પરથી ભાજપે રંજનબેન ભટ્ટના બદલે ડૉ હેમંગ યોગેશચંદ્ર જોશીને ટિકીટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચૂડાસમાને ભાજપે રિપીટ કર્યા છે. મહેસાણા બેઠક પર હરીભાઈ પટેલને પાર્ટીએ ટિકીટ આપી છે.
સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરના બદલે શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઈ શિહોરાને ટિકીટ આપી છે. અમરેલી બેઠક પર ભરતભાઈ સુતરીયાને ટિકીટ મળી છે.
મહેસાણા- હરિભાઈ પટેલ
સાબરકાંઠા-શોભના બારૈયાને ટિકિટ
સુરેન્દ્રનગર- ચંદુભાઈ શિહોરાને ટિકિટ
જૂનાગઢ- રાજેશ ચુડાસમા રિપીટ
અમરેલી- ભરત સુતરિયા ઉમેદવાર જાહર
વડોદરા બેઠક - ડો.હેમાંગ જોશીને ટિકિટ
ભાજપે લોકસભા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ભાજપે 111 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં મહત્વની વાત એ છે કે, ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતને ટિકિટ આપી છે. જ્યારે ઉદ્યોપતિ નવીન જિંદાલને હરિયાણાના કુરુક્ષેત્ર બેઠક પરની ટિકિટ આપી છે.
ભાજપે આજે જ પાર્ટીમાં સામેલ થયેલા નવીન જિંદાલને કુરુક્ષેત્રથી ટિકિટ આપી છે. પટના સાહિબથી રવિશંકર પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયથી ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ વખતે આ યાદીમાં સૌથી મોટું નામ જે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું છે. પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડીથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.આ સિવાય રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ પણ ચૂંટણી લડશે.પાર્ટીએ તેમને મેરઠ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં જે મોટા ઉમેદવારનું કાર્ડ કપાયું છે તે વરુણ ગાંધી છે, જેમની ટિકિટ આ વખતે પીલીભીતથી કપાઈ છે.
ભાજપે રાજમુંદરીથી ડી પુંડેશ્વરીને, મુઝફ્ફરપુરથી રાજ ભૂષણ નિષાદ અને પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે. બક્સરથી કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની ટિકિટ રદ કરવામાં આવી છે. મિથિલેશ તિવારીને બક્સરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. છેદી પાસવાનને પણ સાસારામથી ટિકિટ આપવામાં આવી નથી, તેમના સ્થાને શિવેશ રામ ઉમેદવાર હશે. મુઝફ્ફરપુરથી અજય નિષાદની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.