Savarkundla: ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીને 21 લાખની ચલણી નોટથી શણગાર કરાયો
સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે.
સાવરકુંડલા: સમગ્ર રાજ્યમાં ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવાન ગણેશના અવનવા શણગાર કરવામાં આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં યોજાયેલ ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજી ચલણી નોટોથી 21 લાખ રૂપિયાનો શણગાર કરવામાં આવ્યો છે.
સાવરકુંડલામાં સદભાવના ગ્રુપની સ્થાપના 21 વર્ષ પહેલા થઈ હતી. શહેરમાં રક્તદાન એબ્યુલન્સ મોક્ષરથ મેડિકલ સાધનો ઓકિસજન કિટ 24 સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ સદભવાના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. સાથોસાથ ગણેશ ઉત્સવની ધામધૂમથી પંદર વર્ષથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજીનો અવનવો શણગાર કરવામાં આવે છે.
આજના દિવસે ભગવાન ગણેશજીને ભારતીય ચલણી નોટોના રૂપિયા 10,20,50,100,500 નો શણગાર 21 લાખ રૂપિયાનો કરવામાં આવ્યો હતો. ગઈકાલે આ ગણેશ ઉત્સવ દરમિયાન રક્તદાન કેમ્પ યોજાયો હતો તેમાં 294 બોટલ એકત્રિત કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ દરમિયાન બાળકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેવી કે ગણપતિ પેઇન્ટિંગ સ્પર્ધા માંટીના ગણપતિ સ્પર્ધા તેમજ સાવરકુંડલાની 27 શાળાઓના 2250 જેટલા વિદ્યાર્થીઓએ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
21 લાખ રૂપિયાની ચલણી નોટોનો શણગાર ગણેશજીનો કરવામાં આવ્યો
સાવરકુંડલા સદભાવના ગ્રુપ દ્વારા આજે 21 લાખ રૂપિયાની ચલણી નોટોનો શણગાર ગણેશજીનો કરવામાં આવ્યો છે. દૂર દૂરથી દર્શનાર્થીઓ ખાસ શ્રદ્ધાપૂર્વક ગણેશજીના દર્શન કરવા આવે છે. લખપતિ ગણેશજીને જોઈને લોકો એક નવોજ અનુભવ કરી રહ્યા છે. ગણપતિ ઉત્સવ તમામ જગ્યાએ ઉજવાતા હશે અનેક પ્રકારના ભગવાનના શણગારો થતા હોય છે ત્યારે ચલણી નોટોનો શણગાર જે કરવામાં આવ્યો છે એ પ્રથમ વખત દર્શન કરવાનો લાવો મળ્યો છે. દાદાના દર્શન કરી આવનારા દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે.
ગણેશ ચતુર્થી દરમિયાન ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે
ભગવાન ગણેશને દુઃખહર્તા, શુભ અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, ગણપતિ તે ઘરની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધોને પોતાની સાથે લઈ જાય છે. આવા ઘરમાં બધું જ શુભ જ થાય છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.