શોધખોળ કરો
Advertisement
અરવલ્લી: મોડાસામાં એક તરફી પ્રેમીએ યુવતીનું જાહેરમાં કર્યું અપહરણ, વીડિયોમાં જુઓ કેવી રીતે કર્યું હતું અપહરણ
યુવતીનું અપહરણ થતાં જ લોકોનું ટોળું વળી ગયું હતું. યુવતીની બહેનપણીએ છોડાવવાની બહુ જ કોશિશ કરી પરંતુ પ્રેમી અપહરણ કરીને લઈ ગયા હતા
મોડાસા: મંગળવારે સવારે કોલેજ તરફ જઈ રહેલી એક વિદ્યાર્થિનીને જીપમાં આવેલા બે યુવકોએ અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ત્યાર બાદ ઘટના અંગે લોકોને જાણ થતાં જ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે, ગણતરીનાં જ કલાકોમાં યુવતીનો છૂટકારો થયો હતો. અપહરણકારો યુવતીને માલપુર તાલુકામાં મુકીને ભાગી ગયા હતાં. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
માલપુર ગામની યુવતી અને તેની બહેનપણી અન્ય યુવતી સાથે સવારે કોલેજ જઈ રહી હતી તે દરમિયાન સફેદ બોલેરો જીપ પાસે બે યુવકો ઉભા હતાં. યુવતી બોલેરો જીપ નજીક આવી ત્યારે એક યુવકે તેને પકડી પાડી હતી અને બોલેરોમાં બેસાડવાનો પ્રયત્ન કરતો હતો.
જોકે બહેનપણી તેને છોડાવવાની કોશિશ કરતી હતી જોકે અપહરણકારો યુવતીને બોલેરોમાં બેસાડીને તેનું અપહરણ કરીને ભાગી ગયા હતાં.
સાથે રહેલી બહેનપણીએ અન્ય રાહદારીઓને મદદ માટે બોલાવ્યા પરંતુ ત્યા સુધીમાં તો અપહરણકારો યુવતીને લઈને જતા રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોનો ટોળાં વળ્યાં હતાં. મોડાસાનાં માલપુર બાયડનાં ધારાસભ્ય જસુભાઇ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી.
પરંતુ અપહરણકારો આગળ જઈને યુવતીને મુકીને ફરાર થઈ ગયા હતાં. પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ યુવતીનું અપહરણ એક તરફી પ્રેમીએ અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વની વાત છે કે, આ તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement