Olympics: મહીસાગરની દીકરીનો જર્મનીમાં કમાલ, સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં આ રમતમાં મેળવ્યો બ્રૉન્ઝ મેડલ
મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરી મછાર રાધાબેને જર્મનીમાં રમાઇ રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં ફૂટબૉલની રમતમાં દેશનું નામ રોશન કર્યું છે
Mahisagar: મહીસાગરમાંથી એક મોટી સિદ્ધિ ગુજરાતને મળી છે, કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો, આ વાક્યને મહીસાગરની મનો દિવ્યાંગ દીકરીએ સાર્થક કર્યું છે. ખરેખરમાં, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરીએ વિશ્વ સ્તર પર ફૂટબૉલની રમતમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ દીકરીએ સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.
માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લાની મનો દિવ્યાંગ દીકરી મછાર રાધાબેને જર્મનીમાં રમાઇ રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક ગેમ્સમાં ફૂટબૉલની રમતમાં દેશનું નામ રોશન કર્યું છે. ખાનપુર તાલુકાનાં નરોડા જેવા નાનકડા ગામમાંથી આવતી આ ગરીબ ખેડૂત પરિવારની દીકરીએ ફૂટબૉલની રમતમાં વિશ્વ ફલક પર નામનાં મેળવી છે, તેને જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે.
આ દરમિયાન કૉચ રમેશભાઈ સોલંકી ખુદ 80 ટકા પોલિયોગ્રસ્ત હોવાં છતા દિવ્યાંગ દિકરીને પ્રોત્સાહિત કરી હતી. રાધાબેન પોતે દિવ્યાંગ હોવા છતા કૉચ રમેશભાઈથી પ્રેરાઈ તેમને ફૂટબૉલ રમતા શીખી અને દેશ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતુ. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં મક્કમ મનોબળ રાખી જીત મેળવી રાધાબેન પોતે અન્ય દિવ્યાંગ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ગુજરાતની બોટાદની દીકરી કાજલ બોલીયાએ બાસ્કેટ બૉલ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે -
જર્મનીના બર્લિન શહેરમાં અત્યારે ચાલી રહેલી સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં ગુજરાતની દીકરીએ કમાલ કર્યો છે, ગુજરાતની બોટાદની દીકરી કાજલ બોલીયાએ બાસ્કેટ બૉલ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતાં બ્રૉન્ઝ મેડલ મેળવ્યો છે. બોટાદની આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટની દિવ્યાંગ ખેલાડી કાજલ બોલીયાએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ગુજરાત જ નહીં પરંતુ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યુ છે. કાજલ બોલીયાએ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બાસ્કેટ બૉલમાં વ્યક્તિગત હાઈએસ્ટ પોઈન્ટ મેળવ્યા હતા. સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં આ સાથે બોટાદ જિલ્લો ચમક્યો હતો. ઇન્ટરનેશનલ લેવલ પર સૌપ્રથમ વાર બોટાદ જીલ્લાની દિવ્યાંગ ખેલાડીએ બાસ્કેટ બોલમાં સિલ્વર મેડલ જીતીને અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ખાસ વાત છે કે, સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સમાં બાસ્કેટ બૉલમાં કાજલ બોલીયાએ વ્યક્તિગત હાઈએસ્ટ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ તેમજ બકુલા બેન ભીમાણીની રાહબરીમાં ભારતની બીચ વૉલીબૉલ ટીમે બ્રૉન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં ભારતમાં બોટાદના નામ રોશન કર્યુ હતું. બોટાદ જિલ્લાની આ ઐતિહાસિક સિધ્ધિ બદલ તમામ લોકોએ અભિનંદનનો વરસાદ કરી દીધો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial